તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગ દંપતી સંક્રમિત:વડોદરામાં ટુરિસ્ટ વિઝા અપાવવાના નામે 1.98 કરોડનું ફુલેકું ફેરવનાર દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે દંપતીની અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી - Divya Bhaskar
પોલીસે દંપતીની અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી
 • કોરોના નેગેટિવ થયા બાદ બંનેની ધરપકડ કરવામાં આવશે

વડોદરા શહેરમાં ટુરીસ્ટ વિઝા અપાવવાના નામે રૂપિયા 1.98 કરોડોનું ફૂલેકુ ફેરવી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા સ્ટાર્સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ભેજાબાજ સંચાલક દંપતિની શહેર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રૂપિયા લઈ દંપતી રફુચક્કર થઈ ગયું હતું
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પુલીન ઠક્કર અને તેમના પત્ની બિન્દ્રા ઠક્કર સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ ચલાવતા હતા. જેમાં વિદેશ પ્રવાસે જવા ઇચ્છુકોને તેઓ ટુરિસ્ટ વિઝા અપાવવાની કામગીરી કરતા હતા. વર્ષ 2018માં ઠક્કર દંપતિએ જુદા જુદા લોકો પાસેથી રૂ. 1,98, 98,317નુ ફુલેકુ ફેરવી ઓફીસને તાળા મારી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ વિઝા તો ઠીક રૂપિયા પણ પરત ન મળતા સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દંપતી સહિત પાંચ લોકો સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ હતી.

પોલીસે અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી
સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સહિત અન્ય લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધાતા ઠક્કર દંપતી ફરાર થઇ ગયું હતું. પોલીસે આ મામલે અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ઠક્કર દંપતિનો કોઇ પત્તો લાગ્યો ન હતો. છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દંપતિની શોધખોળ કરતી પોલીસને આખરે સફળતા મળતા અમદાવાદાના નારણપુરા વિસ્તારમાંથી પુલિન ઠક્કર અને તેમના પત્ની બિન્દ્રા ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી અને આજે દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કોરોના નેગેટિવ થયા બાદ બંનેની ધરપકડ કરવામાં આવશે.

છેલ્લા ત્રણ વર્ષથી શ્રી ઓમપ્રકાશ ફુડ ટીફીન સર્વિસનું કામ કરતા હતા
આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, સ્ટાર ટુર્સ એન્ટ ટ્રાવેલ્સના સંચાલક દંપતીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. જેઓ છેલ્લા ત્રણ વર્ષથી શ્રી ઓમપ્રકાશ ફુડ ટીફીન સર્વિસનું કામ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો