બાકાત:દેશની પ્રથમ સેમી હાઇ સ્પીડ ટ્રેનને વડોદરામાં સ્ટોપેજ નહીં

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે
  • સાંસદ દ્વારા સ્ટોપેજ અપાય તે માટે રજૂઆત કરાશે

દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવાની રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ ટ્રેનમાં વડોદરાને સ્ટોપેજ અપાયું નથી. દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન 180 કિલોમીટરની ઝડપે ચાલી રહી છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 ટ્રેન ચલાવવાનો વડાપ્રધાનનો નિર્ધાર છે.

રેલવે બોર્ડ દ્વારા તાજેતરમાં જ આ ટ્રેન માટે મુંબઈ અમદાવાદ રૂટની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન મુંબઈથી બપોરે 2:40 વાગે ઉપડશે, જે રાત્રે 21.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. વડોદરા અને સુરત સ્ટોપેજ આપવા માટે રેલવે બોર્ડ દ્વારા પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે, પરંતુ સુરતના સ્ટોપેજની સમય સાથે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વડોદરાને સ્ટોપેજ મળશે કે કેમ તે પ્રશ્ન ઊભો થયો છે.

આ ટ્રેન ક્યારે ચલાવવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનમાં 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે. માત્ર 6 કલાકમાં આ ટ્રેન દ્વારા મુંબઈથી અમદાવાદ પહોંચી શકાશે. સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આ ટ્રેનને વડોદરા સ્ટોપેજ આપવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ ટ્રેન હાલમાં વારાણસી-નવી દિલ્હી અને દિલ્હી-કટરા રૂટ પર કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...