તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Country's First Railway University In Place Of The Pratap Vilas Palace In Vadodara. The High Court Rejected The Petition Against The Decision To Build, Behind The Palace Uni. Will Happen

પિટીશન ફગાવી:વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસની જગ્યામાં દેશની સૌપ્રથમ રેલવે યુનિ. બનાવવાના નિર્ણય સામેની પિટીશન હાઇકોર્ટે ફગાવી, હવે પેલેસની પાછળ યુનિ. બનશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતાપ વિલાસ પેલેસ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
પ્રતાપ વિલાસ પેલેસ(ફાઇલ તસવીર)
  • અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના આદેશ સામે 6 અઠવાડિયાનો સ્ટે માગ્યો હતો. સ્ટે આપવાની માગણી કોર્ટ ફગાવી દીધી

વડોદરા શહેરના પ્રતાપ વિલાસ પેલેસની જગ્યામાં રેલવે યુનિવર્સિટી બનાવવાના નિર્ણય સામે થયેલી પિટીશનને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજદાર તરફથી આ હુકમ પર 6 અઠવાડિયનો સ્ટે આપવાની માગણી કોર્ટ ફગાવી દીધી છે.

6 અઠવાડિયનો સ્ટે આપવાની માગણી કોર્ટ ફગાવી
અધિકારીઓને તાલીમ આપવાના હેતુથી વડોદરા શહેરમાં દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે. પહેલા અધિકારીઓને અમુક તાલીમ લેવા વિદેશ જવું પડતું હતું, જોકે, હવે રેલવે યુનિવર્સિટી વડોદરામાં બનશે અને તેનું કામ શરૂ કરવામાં આવશે. અરજદાર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, રેલવે યુનિવર્સિટી અહીં બનશે તો ટુરિઝમ સેક્ટરને અસર પડશે. ગુજરાત સરકાર પેલેસને ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં બતાવે છે અને અહીં ઘણા વૃક્ષો આવેલા છે, તેને પણ આની અસર પડશે, જોકે, અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે આદેશ સામે 6 અઠવાડિયાનો સ્ટે માગ્યો હતો. જોકે, 6 અઠવાડિયનો સ્ટે આપવાની માગણી કોર્ટ ફગાવી દીધી છે.

યુનિવર્સિટી બનાવવાની જગ્યા પેલેસની પાછળ લઇ જવામાં આવી છે
એડ્વોકેટ અર્ચના અમીને જણાવ્યું હતું કે, પ્રતાપવિલાસ પેલેસ રેલવેની માલિકીનો છે. તેની સામેની જગ્યામાં યુનિવર્સિટી બનાવવાની હતી, તેની સામે વિરોધ હતો. વિરોધનું કારણ એ હતું કે, આ યુનિવર્સિટીનું બાંધકામ થવાના કારણે પેલેસની ભવ્યતા ઢંકાઇ જશે. પરંતુ, આ પેલેસનો ઉપયોગ જાહેર જનતા માટે થતો નથી. અગાઉ યુનિવર્સિટી માટે મનાઇ હુકમ આપવામાં આવ્યો હતો. તે બાદ પુનઃ સર્વે કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવવાની જગ્યા પેલેસની પાછળ લઇ જવામાં આવી છે. જેથી હવે પેલેસને કોઇપણ જાતની અડચણ રહેશે નહીં.

આવનારા દિવસોમાં ડિમ્ડ યુનિવર્સિટી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અરજકર્તાએ મનાઇ હુકમ પણ માગ્યો હતો, પણ કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે. હવે આવનારા દિવસોમાં ડિમ્ડ યુનિવર્સિટી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ(ફાઇલ તસવીર)
ગુજરાત હાઇકોર્ટ(ફાઇલ તસવીર)

આ પહેલા રેલવે યુનિવર્સિટીનું સ્થળ બદલવા સાંસદ રંજનબેન ભટ્ટે સંસદમાં રજૂઆત કરી હતી
વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે સ્ટાફ કોલેજ કેમ્પસમાં આકાર લઇ રહેલી રેલવે યુનિવર્સિટીનું સ્થળ બદલવા માટે વડોદરાના સાસંદે રજૂઆત કરી હતી. તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ કેમ્પસમાં ઐતિહાસિક પ્રતાપ વિલાસ પેલેસ છે. જે પ્રતાપ વિલા પેલેસ હેરીટેજમાં મૂકાયેલો છે. હેરીટેજ ઇમારતોને સાચવવી જરૂરી છે. આ કેમ્પસમાં હાલમાં રેલવેની ઓફિસ પણ ચાલે છે. રેલવે સ્ટાફ કોલેજ કેમ્પસમાં ઐતિહાસિક પ્રતાપવિલા પેલેસ આવેલો છે. આ પેલેસની સામે રેલ વિકાસ નિગમ દ્વારા રેલવે યુનિવર્સિટીની 4 માળની બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. જે બિલ્ડિંગ ન બનાવવાથી પ્રતાપવિલા પેલેસની રોનક જતી રહેશે. જેથી આ યુનિવર્સિટીનું બિલ્ડીંગ પ્રતાપ વિલાસ પેલેસની સામે બનાવવાને બદલે વડોદરામાં અન્ય સ્થળે બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.​​​​​​​

3,000 સ્ટૂડન્ટ્સ એડમિશન લઈ શકશે
ઉલ્લેખનિય છે કે, આ ફૂલ ટાઈમની સંસ્થા હશે અને તેમાં 3,000 સ્ટૂડન્ટ્સ એડમિશન લઈ શકશે. નવી યુનિવર્સિટીનું ફંડિંગ સમગ્ર રીતે રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...