પંચાયતનો ચૂંટણી સંગ્રામ:આજે મત ગણતરી : બેલેટ ગણવાના હોવાથી રિઝલ્ટમાં વિલંબની શક્યતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરી કરાશે, 260 સરપંચો અને 1494 સભ્યોનું સસ્પેન્સ ખૂલશે
  • ​​​​​​​વર્ષ 2016માં 263 પંચાયતોની મત ગણતરીને 21 કલાક લાગ્યા હતા

વડોદરા જિલ્લામાં 260 ગ્રામપંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામપંચાયતોની પેટા ચૂંટણી રવિવારના રોજ પુરી થઈ છે. જેની મતગણતરી મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી વડોદરા સહિત 8 સ્થળો પર 27 હોલમાં થવાની છે. મતગણતરી માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 કર્મચારીઓ ફરજ બજાવશે. 2016માં 263 પંચાયતોની ચૂંટણી થઇ હતી. જેની ગણતરી 21 કલાક ચાલી હતી. અા વખતની ગણતરીમાં પણ બેલેટ હોવાથી બીજા દિવસે પરિણામ જાહેર કરાય તેવી શકયતા છે.

વડોદરા તાલુકાની દશરથની એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે મતગણતરી થશે. આ ઉપરાંત પાદરા, કરજણ, શિનોર, ડભોઈ, વાઘોડિયા, સાવલી અને ડેસર સહિત તાલુકા કક્ષાએ આઠ સ્થળોએ 27 હોલમાં કરવામાં આવશે. મતગણતરી માટે 136 ટેબલ રાખવામાં આવ્યા છે. દશરથ બ્રિજના છેડા પાસે આવેલી એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે અનગઢ, કોટણા, દામાપુરા, સાંકરદા, નંદેસરી, ધનોરા, બાજવા, તલસટ, ખલીપુર, મારેઠા અને સયાજીપુરા ગામની ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાનની મતગણતરી થશે. શહેર પોલીસ કમિશનરે દશરથ બ્રિજ નીચેથી ફર્ટીલાઈઝર બ્રિજ સુધી રોડની બન્ને તરફ વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે.

મત ગણતરીને કારણે સર્વિસ રોડ પર નો એન્ટ્રી
પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, NH-48નો સર્વિસ રોડ-દશરથ બ્રિજ પાસેના એચ.પી.પેટ્રોલપંપથી જીપ કંપનીના શોર રૂમ સુધીનો સર્વિસ રોડ વાહનો માટે પ્રતિબંધીત રહેશે. વાહનો નેશનલ હાઈવે-48 પરથી અમદાવાદ વડોદરા ઉપરાંત સુરત તરફ જઈ શકશે. જીએસએફસી કંપની તરફથી દશરથ બ્રિજ તરફ આવતો સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે.

વર્ષ 2016ની ચૂંટણીની સરખામણીએ 2021માં 1.04 % મતદાન ઓછું નોંધાયુંવડોદરા | ગ્રામપંચાયતની ચૂંટણીમાં વર્ષ 2016ની સરખામણીએ વર્ષ 2021ની ચૂંટણીમાં 1.04 ટકા મતદાન ઓછું નોંધાયું છે. વર્ષ 2016માં 263 ગ્રામપંચાયતોની ચૂ્ંટણીમાં 83.13 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2021માં 82.09 ટકા મતદાન થયું છે. બંને ચૂંટણીમાં પાદરા તાલુકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે.

વર્ષ 2016 અને વર્ષ 2021ની મતદાનની ટકાવારી

વર્ષ 2016
તાલુકોપંચાયતમતદાન
વડોદરા4281.93%
પાદરા2787.70%
કરજણ1785.04%
શિનોર2878.86%
ડભોઈ5182.77%
વાઘોડિયા4185.25%
સાવલી4482.66%
ડેસર1383.09%
કુલ26383.13%
વર્ષ 2021
તાલુકોપંચાયતમતદાન
વડોદરા3980.21%
પાદરા2487.04%
કરજણ2283.03%
શિનોર2678.96%
ડભોઈ5180.24%
વાઘોડિયા3883.07%
સાવલી4683.75%
ડેસર1481.31%
કુલ26082.09%

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...