ચૂંટણી પ્રક્રિયા:વડોદરા એપીએમસીની ચાર બેઠકોની આજે મત ગણતરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 ઉમેદવાર માટે 104માંથી 102 મતદારોનું વોટિંગ
  • ભાજપ પ્રેરિત પેનલની અગાઉ 12 બેઠકો બિનહરીફ થઇ હતી

સયાજીપુરા એપીએમસી ખાતે શુક્રવારના રોજ 4 બેઠકોના 5 ઉમેદવારો માટે 104 મતદારોમાંથી 102 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. શનિવારના રોજ સવારે 9 વાગે મતગણતરી થશે ત્યાર બાદ તુરંત રીઝલ્ટ આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, 9 સપ્ટેમ્બરના રોજ વેપાર,ખેડૂત અને સહકારી વિભાગમાંથી કુલ 20 ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા ભાજપે મેન્ડેટ આપેલા 12 સભ્યોમાં સહકાર અને ખેડૂત વિભાગની 12 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે વેપાર વિભાગમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે 17 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી. વેપાર વિભાગમાં ભાજપે મેન્ડેટ આપ્યો ન હતો.

એપીએમસીમાં શુક્રવારના રોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં મતદાન થયું હતું. વેપાર વિભાગની ચાર બેઠકો પર 5 ઉમેદવારો ઉમેશ ચંદુલાલ કોટડીયા (વડોદરા), જયપ્રકાશ ઉધવદાસ ખિલનાણી (વડોદરા), દિપેન મુકુન્દભાઈ ગાંધી (વડોદરા), નારાયણભાઈ ચીમનભાઈ પટેલ (વડોદરા) અને અલ્પેશકુમાર વિઠ્ઠલદાસ શાહ (વડોદરા) વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ ચાર બેઠકો માટે 104 મતદારોમાંથી 102 મતદારોએ મતદાન કરતા 98.07 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનિય છે કે, સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત ભાજપ પક્ષે મેન્ડેટ આપીને સત્તાવાર પગપેસરો કર્યો છે.

ત્રણ વિભાગમાં 38 ફોર્મ ભરાયાં હતાં

વિભાગબેઠકફોર્મ
વેપાર વિભાગ411
ખેડૂત વિભાગ1023
વિભાગબેઠકફોર્મ
સહકારી મંડળી24

બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોની યાદી

સહકારી ખરીદ વેચાણ મંડળી

યોગેશ ચીમનભાઈ પટેલ, વરણામા

શૈલેષ ગોવિંદભાઈ પટેલ, પોર

ખેડૂત મત વિભાગ

ઈન્દ્રવદન ગોકળભાઈ પટેલ, બીલ

કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ, વરણામા

ઘનશ્યામ બાબરભાઈ પટેલ, કેલનપુર

ચંદ્રકાંત જયંતિભાઈ પટેલ, અણખોલ

જીજ્ઞાશાબેન કમલેશભાઈ પટેલ, કાશીપુરા

નરેન્દ્ર છીતાભાઈ પટેલ, આલમગીર

નિતીન જેઠાભાઈ પટેલ, પોર

મહેન્દ્ર રાવજીભાઈ પટેલ, રમણગામડી

મુકુન્દ રાવજીભાઈ પટેલ, ઉંટીયા

સંજય ભોગીલાલ પટેલ, અણખી

અન્ય સમાચારો પણ છે...