• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Counting Of Votes In Vadodara District Gram Panchayat Elections Will Be Done Tomorrow, Counting Will Be Done In 27 Halls At 8 Places At Taluka Level.

કાલે મતગણતરી:વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની આવતીકાલે મતગણતરી, તાલુકા કક્ષાએ 8 સ્થળોએ 27 હોલમાં મતગણતરી થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મતગણતરી માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો ફરજ બજાવશે
  • સૌથી વધુ પાદરામાં 87.04 ટકા જ્યારે સૌથી ઓછુ 78.96 ટકા શિનોરમાં

વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી આવતીકાલે 21 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે હાથ ધરવામાં આવશે. જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા જિલ્લામાં સરેરાશ 82.09 ટકા મતદાન થયું હતું.

વડોદરા જિલ્લામાં મત ગણતરી માટે વડોદરા, પાદરા, કરજણ,શિનોર, ડભોઈ, વાઘોડિયા,સાવલી અને ડેસર સહિત તાલુકા કક્ષાએ આઠ સ્થળોએ 27 હોલમાં કરવામાં આવશે. મતગણતરી માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો ફરજ બજાવશે. મતગણતરી 136 ટેબલ રાખવામાં આવ્યા છે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું.

મોડી સાંજે ચૂંટણીની કામગીરી પૂર્ણ થયા બાદ મતદાન પેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે તાલુકા મથકો ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી હતી. અને સ્ટ્રોંગ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મતગણતરી સ્થળો ઉપર ઉમેદવારોના સમર્થકોની થનારી ભીડને ધ્યાનમાં લઈ તમામ મતગણતરી કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત ઉમેદવારોના સમર્થકોને મતોના લીડની માહિતી મળી રહે તે માટે તમામ મતગણતરી કેન્દ્રો ખાતે લાઉડ સ્પિકરો ગોઠવી દેવામાં આવશે. તંત્ર દ્વારા સાજે 7 સુધીમાં મતગણતરી પૂર્ણ કરી દેવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...