ગ્રામપંચાયત ચૂંટણી પરિણામ LIVE:સંખેડાના પીપળસટમાં ઉમેદવાર એક મતથી સભ્યપદે વિજેતા થયો, બાકરોલમાં બે ઉમેદવાર વચ્ચે ટાઇ પડી

વડોદરાએક મહિનો પહેલા
લાલુભાઈ સુરેશભાઈ તડવી માત્ર એક જ મતના અંતરથી વિજેતા બન્યા હતા.
 • છોટાઉદેપુર જિલ્લાની 230 ગ્રામપંચાયતોની મતગણતરી પણ શરૂ થઇ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની પીપળસટ ગ્રામ પંચાયતમાં વોર્ડ નં-5ના સભ્ય પદના ઉમેદવાર લાલુભાઇ સુરેશભાઇ તડવી 1 મતે જીત્યા છે. તેમને 43 મત મળ્યા હતા. હરીફ ઉમેદવારને 42 મત મળ્યા અન 4 મત રદ થયા હતા. વડોદરાના રતનપુર ગામમાં સભ્યપદે કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલની જીત થઇ છે. બુટલેગરની સામેના ઉમેદવારને માત્ર 10 મત મળ્યા હતા. લાખો રૂપિયાના દારૂનાં કેસમાં બુટલેગર રાકેશ ઉર્ફે લાલો વોન્ટેડ છે.

વોર્ડ નં-5ના ઉમેદવાર માત્ર એક મતના અંતરથી વિજેતા
ચૂંટણીમાં એક એક મત કિંમતી હોય છે, જેનું આજે એક ઉદાહરણ સંખેડા તાલુકાની 35 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી દરમિયાન જોવા મળ્યું હતું. ઘણા મતદારો મતદાન કરવાથી દૂર રહેતા હોય છે. એક મત શું થશે?એવું વિચારી મતદાન નથી કરતા હોતા આવા મતદારો માટે લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સંખેડા તાલુકાની પીપળસટ ગ્રામ પંચાયતની મતગણતરી દરમિયાન વોર્ડ નં-5માં એક ઉમેદવાર માત્ર એક મતના અંતરથી વિજેતા બન્યો છે. લાલુભાઈ સુરેશભાઈ તડવી માત્ર એક જ મતના અંતરથી વિજેતા બન્યા હતા.

સગર્ભા ઉમેદવાર વિજેતા થયા
સગર્ભા ઉમેદવાર વિજેતા થયા

સંખેડાની હાંડોદ ગ્રામ પંચાયતની વોર્ડ નં-7ની સગર્ભા ઉમેદવાર વિજેતા બની
સંખેડા તાલુકાની હાંડોદ ગ્રામ પંચાયતના વોર્ડ નં-7ની ઉમેદવાર રેખાબેન દિલ્પેશકુમાર પટેલ વિજેતા બની હતી. રેખાબેન દિલ્પેશકુમાર પટેલ અને સગર્ભા છે. તેમને નવમો મહિનો ચાલતો હોવા છતાં ચૂંટણી દરમિયાન પ્રચાર કર્યો હતો અને આજે મતગણતરી માટે બીજા માળે તેઓ જાતે હાજર રહ્યા હતા. રેખાબેન પટેલે જણાવ્યું હતું કે, ગામનો વિકાસ થાય તે માટે ઉમેદવારી નોંધાવી હતી અને મતદારોએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને વિજેતા બનાવી છે. નવમો મહિનો ચાલતો હોવા છતાં હું પ્રચાર કાર્ય કર્યું હતું અને આજે અહીં મતગણતરીમાં પણ હાજર રહી છું.

વિજેતા ઉમદવાર સાથે સમર્થકો
વિજેતા ઉમદવાર સાથે સમર્થકો

બાકરોલમાં બે ઉમેદવાર વચ્ચે ટાઇ પડી
વડોદરા જિલ્લામાં 260 ગ્રામપંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામપંચાયતોની પેટા ચૂંટણી રવિવારના રોજ પુરી થઈ હતી. જેની મતગણતરી આજે સવારે 9 વાગ્યાથી વડોદરા સહિત 8 સ્થળો પર 27 હોલમાં શરૂ થઇ છે. વાઘોડિયાની બાકરોલ ગ્રામ પંચાયતમાં બે ઉમેદવાર વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઊછાડી વિજેતા જાહેર કરાયા હતા. કનુભાઈ અરવિંદભાઈ નાયકા અને શૈલેષભાઈ રમેશભાઈ નાયકાને એક સરખા 401-401 મત મળ્યા હતા. ચિઠ્ઠીમાં કનુભાઈ અરવિંદભાઈ નાયકાનું નામ જાહેર થતા સરપંચ વિજેતા જાહેર કરાયા હતા.

વડોદરા તાલુકાના હિંગલોજ ગામના જયશ્રીબેન રબારી સરપંચ પદે ચૂંટાયા છે અને ઉટિયા મેહાદ ગામના સરપંચ તરીકે નટવરસિંહ રાયસિંહ ચૌહાણનો વિજય થયો છે. મતગણતરી માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 2016માં 263 પંચાયતોની ચૂંટણી થઇ હતી. જેની ગણતરી 21 કલાક ચાલી હતી. આ વખતની ગણતરીમાં પણ બેલેટ હોવાથી બીજા દિવસે પરિણામ જાહેર કરાય તેવી શકયતા છે.

કયા ગામમાં સરપંચપદે કયા ઉમેદવારનો વિજય

 • વડોદરાના કુમેઠામાં કલ્પનાબેન નવિનચંદ્ર પરમારનો વિજય
 • ડભોઇના બાનજમાં મોનાબેન રાજેશભાઈ બારોટનો વિજય
 • ડભોઇના નાના ફોફડીયામાં રેખાબેન વિજયભાઈ પટેલનો વિજય
 • ડભોઇના બોરબારમાં દિવ્યાબેન ધવલભાઈ પટેલનો વિજય
 • ડભોઇના શંકરપુરામાં ગીરીશભાઈ રમણભાઈ પટેલનો વિજય
 • ડભોઇના કડધરામાં રાજુ દેવજીભાઈ રોહિતનો વિજય
 • ડભોઇના પૂડામાં બારીયા મહેન્દ્રભાઈ મોહનભાઇનો વિજય
 • ડભોઇના બારીપુરામાં હેતલબેન કેતનકુમાર પટેલનો વિજય
 • ડભોઇના નડામાં સંજય સુરેશભાઈ તડવીનો વિજય
 • ડભોઇના ભીમપુરામાં ડાહીબેન પ્રાગજીભાઈ રોહિતનો વિજય
 • ડભોઇના બમ્બોજમાં કૈલાશબેન મણીજભાઈ વસાવાનો વિજય
 • ડભોઇના ઢોલારમાં સપનાબેન પાર્થકુમાર પટેલનો વિજય
 • ડભોઇના દંગીવાળામાં શકુબેન દરબારભાઈ તડવીનો વિજય
 • ડભોઇના માવલીમાં દુષ્યંત કનુભાઈ પટેલનો વિજય
 • ડભોઇના આશગોલમાં કુંજલબેન જનકકુમાર બારીયાનો વિજય
 • ડભોઇના ઓરડીમાં સુશીલાબેન કેસૂરભાઈ તડવીનો વિજય
 • પાદરાના ધોબીકુવામાં સુરસિંહ વિરસિંહ પઢીયારનો વિજય
 • પાદરાના સેજાકુવામાં શૈલેશભાઇ વસાવાનો વિજય
 • પાદરામાં હુસેપુરમાં ઉમેદભાઈ ગોવિંદભાઇ સોલંકીનો વિજય
 • પાદરાના ગામેઠામાં વર્ષાબેન નગીનભાઈ પઢીયારનો વિજય
 • પાદરાના જલાલપુરામાં વિનાબેન અનિલભાઈ સોલંકીનો વિજય
 • પાદરાના ચાણસદમાં મણીબેન દેવશીભાઈ રબારીનો વિજય
 • સાવલીના વડિયામાં મીનાબેન ભાલસિંહ વસાવાનો વિજય
 • સાવલીના અમરાપુરામાં કોકિલાબેન સોલંકીનો વિજય
 • વાઘોડિયાના લીલોરામાં મહેશભાઈ ભાલીયા વિજય
 • વાઘોડિયાના વસવેલમાં મહેશભાઈ અંબાલાલ પરમારનો વિજય
 • વડોદરાના કોટનામાં સવિતાબેન ઠક્કરનો વિજય
 • વડોદરાના કોટાલીમાં લક્ષ્મીબેન કાનૂબેન રબારીનો વિજય
 • વડોદરાના મેઘાકુઇના રતનબેન રાવજીભાઇ તલાવીયાની વિજય
 • કરજણના મેથીમાં ગોવિદભાઇ વસાવાનો વિજય
 • કરજણના નાની કોરલમાં વનરાજસિહ ગોહિલનો વિજય
 • કરજણના અભરામાં મીનાબેન પરમારનો વિજય
 • પાદરાના લોલા ગામમાં મહેન્દ્રભાઈ પઢીયારનો વિજય
 • વાઘોડિયાના મોટી માણેકપુરમાં રસીકાબેન અજીતભાઈ બારીઆ વિજેતા
 • વડોદરાના દામાપુરામાં હીનાબેન જસવંતસિંહ પઢીયારનો ભવ્ય વિજય
 • કરજણના કંઠારીયા ગામના દક્ષાબેન રબારીનો વિજય
 • કરજણના સંભોઇ ગામના શૈલેષભાઇ પઢીયારનો વિજય
 • કરજણા શનાપુરા ગામમાં કૌશિકભાઇ પટેલનો વિજય
 • સાવલીના રસાવાડી ગામમાં દશરથસિંહ રણછોડસિંહ પરમારનો વિજય
 • સાવલીના અદલવાડા ગામમાં નરેન્દ્રકુમાર વિષ્ણુભાઈનો વિજય
 • વાઘોડિયાના અડીરણ ગામ સવિતાબેન નાયકનો વિજય
 • પાદરાના મેઢાદ ગામમાં 5 મતનો તફાવત હોવાથી રિકાઉન્ટીંગ બાદ સંદિપભાઇ પટેલનો વિજય
 • પાદરાના ગયાપુરામાં કમલેશ પટેલનો વિજય
 • સાદડમાં કંચનભાઇનો ગોહિલનો વિજય
 • પાદરાના સાંપલા ગામમાં યોગેશભાઈ પટેલનો વિજય.
 • પાદરાના કલ્યાણકુઇમાં સરપંચના ઉમેદવાર અનિતાબેન ગોહિલનો વિજય
 • પાદરાના અંબાડા ગામમાં સીમાબેન નીતિનભાઈ પટેલનો વિજય
 • પાદરાના સાંપલા ગામમાં ઉમેદવાર યોગેશભાઈ પટેલનો વિજય

છોટાઉદેપુર 230 ગ્રામપંચાયતોની મતગણતરી શરૂ
છોટાઉદેપુર જિલ્લાની 230 ગ્રામપંચાયતોની મતગણતરી પણ શરૂ થઇ ગઇ છે. સંખેડા તાલુકા સેવાસદન ખાતે સંખેડા તાલુકાની 35 ગ્રામપંચાયતોની મત ગણતરી શરૂ થઇ છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં મોડેલ એશ્રા પટેલના પરિણામ પર સૌ-કોઇની નજર મંડાયેલી છે. આ ઉપરાંત ગોધરા, નર્મદા, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ મતગણતરી ચાલી રહી છે.

સંખેડા તાલુકા સેવાસદન ખાતે સંખેડા તાલુકાની 35 ગ્રામપંચાયતોની મત ગણતરી શરૂ થઇ
સંખેડા તાલુકા સેવાસદન ખાતે સંખેડા તાલુકાની 35 ગ્રામપંચાયતોની મત ગણતરી શરૂ થઇ

મતગણતરી માટે 136 ટેબલ રાખવામાં આવ્યા
વડોદરા તાલુકાની દશરથની એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે મતગણતરી થઇ રહી છે. આ ઉપરાંત પાદરા, કરજણ, શિનોર, ડભોઈ, વાઘોડિયા, સાવલી અને ડેસર સહિત તાલુકા કક્ષાએ આઠ સ્થળોએ 27 હોલમાં કરવામાં આવી રહી છે. મતગણતરી માટે 136 ટેબલ રાખવામાં આવ્યા છે. દશરથ બ્રિજના છેડા પાસે આવેલી એમ.પી.પટેલ હાઈસ્કુલ ખાતે અનગઢ, કોટણા, દામાપુરા, સાંકરદા, નંદેસરી, ધનોરા, બાજવા, તલસટ, ખલીપુર, મારેઠા અને સયાજીપુરા ગામની ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાનની મતગણતરી થઇ રહી છે. શહેર પોલીસ કમિશનરે દશરથ બ્રિજ નીચેથી ફર્ટીલાઈઝર બ્રિજ સુધી રોડની બન્ને તરફ વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે.

આ વખતની ગણતરીમાં પણ બેલેટ હોવાથી બીજા દિવસે પરિણામ જાહેર કરાય તેવી શકયતા છે
આ વખતની ગણતરીમાં પણ બેલેટ હોવાથી બીજા દિવસે પરિણામ જાહેર કરાય તેવી શકયતા છે

મત ગણતરીને કારણે સર્વિસ રોડ પર નો એન્ટ્રી
પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, NH-48નો સર્વિસ રોડ-દશરથ બ્રિજ પાસેના એચ.પી.પેટ્રોલપંપથી જીપ કંપનીના શો-રૂમ સુધીનો સર્વિસ રોડ વાહનો માટે પ્રતિબંધીત રહેશે. વાહનો નેશનલ હાઈવે-48 પરથી અમદાવાદ વડોદરા ઉપરાંત સુરત તરફ જઈ શકશે. જીએસએફસી કંપની તરફથી દશરથ બ્રિજ તરફ આવતો સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે.

છોટાઉદેપુર જિલ્લાની 230 ગ્રામપંચાયતોની મતગણતરી પણ શરૂ થઇ
છોટાઉદેપુર જિલ્લાની 230 ગ્રામપંચાયતોની મતગણતરી પણ શરૂ થઇ

વર્ષ 2016ની ચૂંટણીની સરખામણીએ 2021માં 1.04 % મતદાન ઓછું નોંધાયું
ગ્રામપંચાયતની ચૂંટણીમાં વર્ષ 2016ની સરખામણીએ વર્ષ 2021ની ચૂંટણીમાં 1.04 ટકા મતદાન ઓછું નોંધાયું છે. વર્ષ 2016માં 263 ગ્રામપંચાયતોની ચૂ્ંટણીમાં 83.13 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2021માં 82.09 ટકા મતદાન થયું છે. બંને ચૂંટણીમાં પાદરા તાલુકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે.

વર્ષ 2016 અને વર્ષ 2021ની મતદાનની ટકાવારી

વર્ષ 2016
તાલુકોપંચાયતમતદાન
વડોદરા4281.93%
પાદરા2787.70%
કરજણ1785.04%
શિનોર2878.86%
ડભોઈ5182.77%
વાઘોડિયા4185.25%
સાવલી4482.66%
ડેસર1383.09%
કુલ26383.13%
વર્ષ 2021
તાલુકોપંચાયતમતદાન
વડોદરા3980.21%
પાદરા2487.04%
કરજણ2283.03%
શિનોર2678.96%
ડભોઈ5180.24%
વાઘોડિયા3883.07%
સાવલી4683.75%
ડેસર1481.31%
કુલ26082.09%
અન્ય સમાચારો પણ છે...