નકલી સિમેન્ટનું કૌભાંડ:મકરપુરામાં નકલી સિમેન્ટનું ગોડાઉન પકડાયું,રૂા.24 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હલકી ગુણવત્તાનો સિમેન્ટ ભેળવીને બેગમાં ભરતા હતા
  • શેટ્ટી​​​​​​​ સ્ટુલ્સ એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખી કૌભાંડ થતુું હતું

મકરપુરામાં હલ્કી ગુણવત્તાવાળી જુદી જુદી કંપનીના સિમેન્ટનું મિશ્રણ કરી અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટની 50 કિલોની ખાલી બેગમાં સિમેન્ટ પેક કરી અલ્ટ્રાટેક સિમેન્ટના નામે ડુપ્લિકેટ સિમેન્ટ બનાવતું ગોડાઉન ઝડપાયું હતું.

હાઈવે પર જામ્બુવા નમન હોસ્ટેલની પાછળના ભાગે આવેલા સેટ્ટી સ્ટુલ્સ એસ્ટેટમાં એક ગોડાઉનને ભાડેથી રાખી સમીર ખલીલભાઇ વોરા તથા તેના ભાગીદાર પરેશ રબારી બહારથી હલકી ગુણવત્તાવાળો જુદી જુદી કંપનીનો સિમેન્ટ લાવીને સિમેન્ટ ભેળવીને અલ્ટ્રાટેક સિમેન્ટની 50 કિલોની ખાલી બેગમાં સિમેન્ટ ભરી પેક કરી અલ્ટ્રાટેક સિમેન્ટના માર્કાવાળો ડુપ્લિકેટ સિમેન્ટ બનાવી વેચાણ કરે છે, તેવી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડીને જુદી જુદી કંપનીના સિમેન્ટ, ખાલી થેલીઓ, ટેમ્પા, ટ્રક તથા મોબાઇલ ફોન મળી કુલ 24.86 લાખના મુદામાલને કબજે કરી આરોપીઓની ખોજ હાથ

ધરાઈ હતી. પોલીસે અંબુજા સિમેન્ટની 34 બોરી, બ્લેક સ્ટોન સિમેન્ટની 102 બેગો, અલ્ટ્રાટેક કંપનીના માર્કાવાળી નવી ખાલી બેગો મળી 46 હજારની કુલ 4600 બેગ, ટેમ્પો, ટેમ્પામાં અલ્ટ્રાટેક કંપનીની તૈયાર કરી ભરેલ બેગો 10, કુલ 101 બેગોની કિંમત રૂા.40,400, ટેમ્પાની કિંમત 1 લાખ ગોડાઉનથી થોડે આગળ ખુલ્લી જગ્યામા એક ટ્રક પકડી પાડેલ છે.

જેમાં વેસ્ટેજ ડેમેજ સિમેન્ટની બોરીઓ ભરેલ જુદા જુદા કંપનીઓની સિમેન્ટની ડૅમેજ બોરી 200, કિંમત રૂા.30 હજાર ટ્રકની કિંમત રૂા.2 લાખ મળી કુલ રૂપિયા 4.86 લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવેલ છે. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓની પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...