તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાઉન્સેલિંગ:નિલેશનાં અપકૃત્યનો ભોગ બનેલી 20 યુવતીઓનું કાઉન્સેલિંગ કરાયું, યુવતીઓને અન્ય સ્થળે નોકરી મળી જાય તેવા પોલીસના પ્રયાસો

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અકોટામાં પીએફ ઓફિસ પાસેની શ્રી રેસિડેન્સીના મકાનમાં તથા હાર્દિક ચેમ્બરના મકાનમાં આર્કિટેક્ટ કંપનીના ઓથા હેઠળ ચતુર બાતે અને સ્ટ્રીપ ડોટ કોમ નામની બે વેબસાઇટ પર વર્ચ્યૂઅલ લાઇવ સેક્સ કોલ સેન્ટર પકડાયું હતું. સૂત્રધાર નિલેશ ગુપ્તાનો ભોગ બનેલી અને તેને ત્યાં નોકરી કરતી 20થી વધુ યુવતીઓએ પોલીસ સમક્ષ આવી નિલેશે તેમની સાથે કરેલાં અપકૃત્યોની માહિતી આપી હતી.

દુષ્કર્મના ગુનામાં તપાસ માટે નિલેશનો કબજો મેળવાશે
પોલીસે તમામ યુવતીઓનાં નિવેદન લઇ તેમનું કાઉન્સેલિંગ પણ કરાવ્યું હતું, બીજી તરફ નિલેશ સામે નોંધાયેલા દુષ્કર્મ કેસમાં તેનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે.અકોટામાં રેય ડિઝાઇન વર્લ્ડ નામની આર્કિટેક્ટ ડિઝાઇનિંગની કંપનીના ઓથા હેઠળ નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાને કારેલીબાગની અમી પરમાર અને નેહા નામની યુવતીઓની સાથે મળીને વર્ચ્યૂઅલ સેક્સ રેકેટ ચલાવતાં ગત 23મીઅે જેપી રોડ પોલીસે ઝડપી લીધો હતો. દરમિયાન શહેરની એક યુવતીએ પોલીસ સમક્ષ પહોંચી નિલેશ ગુપ્તા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ નિલેશના કોલ સેન્ટરમાં અંદાજે 30થી વધુ યુવતીઓ કામ કરતી હતી અને તે પૈકી 20થી વધુ યુવતીઓએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવી નિલેશે તેમની સાથે કરેલાં અપકૃત્યો અને કેવી રીતે તેમનું શોષણ કર્યું હતું તેની સિલસિલાબંધ કહાની પોલીસ સમક્ષ નોંધાવી હતી. પોલીસે તેમનાં નિવેદન લઇ મહિલા કાઉન્સિલર દ્વારા તમામ યુવતીઓનું કાઉન્સેલિંગ કરાવ્યું હતું અને અન્ય સ્થળે તેમને નોકરી મળી જાય તેવા પ્રયાસો પણ શરૂ કર્યા હતા. બીજી તરફ આ યુવતીઓનાં ઇન્ટરવ્યુ લેનાર અને તેમને ટ્રેનિંગ આપનારી કારેલીબાગની અમી પરમાર અને નેહા નામની યુવતીના કોઇ સગડ પોલીસને મળતા નથી. પોલીસે કોલ ડિટેલ અને મોબાઇલ લોકેશનના આધારે બંનેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...