તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ જેહાદ કેસ:પિતાના મોત બાદ યુવતીનું કાઉન્સેલિંગ જારી રખાયું

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2-3 દિવસમાં યુવતી નિર્ણય કરશે, પિતાનું અવસાન થતાં તે પોક મૂકીને રડી હતી

શહેરના નાગરવાડા વિસ્તારની હિન્દુ યુવતીને મુંબઇ લઇ જઇ ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરવાના મામલામાં યુવતીનું તેના સગાઓ દ્વારા કાઉન્સેલિંગ કરી સમજાવવી કાઉન્સેલીંગ કરાઇ રહ્યું છે. રવિવારે રાત્રે યુવતીના પિતાનું અવસાન થયા બાદ યુવતી તેના ઘરે આવી હતી અને પોક મૂકીને રડી હતી. યુવતીના સગાઓએ જણાવ્યું હતું કે તેનું કાઉન્સેલિંગ હજુ ચાલી રહ્યું છે. નાગરવાડાની 23 વર્ષીય હિન્દુ યુવતીને નાગરવાડાના જ વિધર્મી યુવકે મુંબઇ લઇ જઇ તેનું ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ તેની સાથે નિકાહ કરી લેતાં શહેરમાં ભારે હોબાળો થયો હતો અને ભાજપના આગેવાનો અને હિન્દુ સંગઠનોના આગેવાનો કાર્યકરોએ લવ જેહાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.

લવ જેહાદના મામલે કડક કાયદો બને તેવી પણ માંગ ઉઠી હતી. શહેર ભાજપના નેતાઓ અને હિન્દુ સંગઠનોના આગેવાનો કાર્યકરો યુવતીને મળ્યા હતા અને તેને સમજાવી હતી ત્યારબાદ યુવતીને તેના સગાઓ પાસે મોકલવામાં આવી હતી દરમિયાન રવિવારે રાત્રે યુવતીના પિતાનું અવસાન થયું હતું જેથી યુવતીને આધાત લાગ્યો હતો અને તે પિતાના ઘરે આવીને પોક મૂકીને રડી હતી. યુવતીના નિકટના સગાએ જણાવ્યું હતું કે, તેનું કાઉન્સેલિગ કરાઇ રહ્યું છે અને 2-3 દિવસમાં તે આ મામલે યોગ્ય નિર્ણય કરશે.પોલીસ ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહી હોવાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો