તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દો એજન્ડામાં સામેલ:જિલ્લા પંચાયતભવનના કોલમને કાટ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરુવારે મળશે
  • સભા માટે 11 વિષયનો એજન્ડા મૂકવામાં આવ્યો

વડોદરા જિલ્લા પંચાયતમાં ગુરુવારના રોજ બપોરે 2 વાગે સામાન્ય સભા યોજાશે. જેમાં 11 વિષયનો એજન્ડા મૂકવામાં આવ્યો છે. જેમાં 30 માર્ચની સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ અને અમલવારી થશે. ત્યારબાદ 1 કલાકની પ્રશ્નોત્તરી સભ્યો દ્વારા કરાશે. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયત ભવનના ભોંયતળિયાના કોલમના સળિયાને કાટ લાગ્યો હોવાથી મકાનની મજબૂતી માટે ઈજનેરનો અભિપ્રાય લેવા પણ વિષય ઉમેરાયો છે.જેની ગંભીરતાથી નોંધ લેવાઈ છે.

આ ઉપરાંત વાઘોડિયાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી સીઆરસી રૂમ ઉતારવાની મંજૂરી બાબતે પણ નિર્ણય લેવાશે. ત્યારબાદ વડોદરા અને વાઘોડિયા તાલુકા ખાતે કોરોના માટે ઊભા કરાયેલા સ્મશાનના ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવા નિર્ણય લેવાશે. એમજીએનઆરઈજીએ યોજના અંતર્ગત વર્ષ 2021-22ના લેબર બજેટ મંજૂર કરાશે.એમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...