જામીન નામંજૂર:કોર્પોરેટરના પુત્ર, જમાઈનું જુઠ્ઠાણું અન્ય આરોપીઓને ઓળખતા નથી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિસ્તોલની અણીએ NRIના રૂા.16.90 લાખ લૂંટ્યા હતા
  • કોર્ટે અગાઉ બંનેના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા

શહેરના વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં પિસ્તોલની અણીએ દંપતીને બંધક બનાવી 41 તોલા સોનું, ચાંદીના દાગીના અને રોકડા 40 હજારની લૂંટમાં સંડોવાયેલા ભાજપનાં મહિલા કોર્પોરેટર સંગીતાબેન પટેલના પુત્ર બીફૂ બાબાભાઈ પટેલ અને જમાઈ ઉમેશ સિંહાની પોલીસે ધરપકડ કરી છે.

વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતા એનઆરઆઈ દીપક જેસીંગભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, હું પત્ની સાથે ઘરમાં હાજર હતો તે સમયે ત્રણ શખ્સોએ અચાનક ધસી આવી મને માર માર્યો હતો અને પિસ્તોલની અણીએ સેલોટેપ વડે મારા તથા મારી પત્નીના હાથ-પગ બાંધી તિજોરીની ચાવી માટે મારપીટ કરી હતી. જેથી પત્ની સાથે કાંઈ ન થાય તેમ વિચારી ચાવી આપી દરમિયાન લૂંટારાઓએ મારા ગળામાં પહેરેલી સોનાની ચેન, સોનાની લકી, 3 વીંટી તેમજ મારા પર્સમાંથી રોકડા રૂા.40 હજાર કાઢી લીધા હતા.

લૂંટારુઓ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 16.90 લાખની મતા ઊઠાવી નાસી છૂટ્યા હતા. આ લૂંટ કેસમાં એનઆરઆઈના પરિવારના જ સભ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મહિલા કોર્પોરેટર સંગીતાબેન પટેલના પુત્ર બીટ્ટ બાબાભાઈ પટેલ અને જમાઈ ઉમેશ સિંહાનાં નામો પણ સપાટી પર આવ્યાં હતા. બીટ્ટુ અને ઉમેશ સિંહાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, અમે અન્ય આરોપીઓને ઓળખતા નથી. બંનેના આગોતરા જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા.

અગાઉ નાસતા-ફરતા આરોપીઓ પૈકીના દેવલ કાંતિભાઇ પ્રજાપતિ (મહેશ્વરીનગર, માંજલપુર, મૂળ ડભાસા તા.પાદરા)ની અટક કરાઈ હતી. આરોપી ઉપસિંહ ગોહિલે આરોપી દેવલ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. દેવલ પ્રજાપતિએ અન્ય આરોપીઓનો સંપર્ક કરી મિટિંગો કરાવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓએ એકબીજાની મદદથી લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનું આરોપીઓ પૈકીના એક દેવલ દ્વારા પુછપરછમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...