તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માંજલપુર પોલીસ મથકમાં કોર્પોરેટરના ભાઇનું મોત

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરે દારૂ પીને ધમાલ કરતાં પોલીસ બોલાવી હતી
 • કુદરતી હાજતે જતી વખતે જ ઢળી પડ્યો હતો

વોર્ડ નંબર 17ના ભાજપના મહિલા કોર્પોરેટરના ભાઈનું માંજલપુર પોલીસ સ્ટેશનમાં મોત નિપજ્યું છે.

માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ. છાસીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 17ના ભાજપના મહિલા કોર્પોરેટર સંગીતાબેન પટેલના માંજલપુર સ્થિત ઘરેથી ગુરૂવારે બપોરે 12:50ની આસપાસ કંટ્રોલરૂમમાં ફોન કરાયો હતો, જેમાં સંગીતાબેનના ભાઈ ગૌરાંગ ઉર્ફે ગવો ગોપાલભાઈ પટેલ (ઉ.વ.40) દારૂ પીને ઘરે ધમાલ કરી રહ્યાં હોવાનું જણાવતાં ાંજલપુર પોલીસની ટીમ માંજલપુર ત્રિવેણી પાર્ક સોસાયટીમાં સંગીતાબેનના ઘરે પહોંચી હતી. જ્યાંથી ગૌરાંગ પટેલને લઈ પોલીસ પરત માંજલપુર પોલીસ સ્ટેશન પહોચી હતી.જ્યાં સંગીતાબેન પણ પોલીસ સ્ટેશન પહોંચીને તેમના ભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. પોલીસે ગૌરાંગ પટેલને એક તરફ બેસાડીને ગુનો નોંધવાની કાર્યવાહી કરી રહી હતી.

ત્યારબાદ ગૌરાંગે કુદરતી હાજતે જવાનું કહેતા પોલીસકર્મી તેને પોલીસ સ્ટેશનના પાછળના ભાગે લઈ જતા ત્યાં ગૌરાંગ ઢળી પડ્યો હતો. પોલીસે 108માં ફોન કરતા એમ્બ્યુલન્સ આવી હતી, ગૌરાંગે પોલીસ સ્ટેશનમાં જ મૃત્યું પામ્યો હતો. વોર્ડ નંબર 17ના અન્ય કોર્પોરેટરોએ ટીબીના દર્દી ગૌરાંગ પટેલને પોલીસ લઈ ગયા બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગૌરાંગની તબિયત લથડતા તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો