બાળકોનું રસીકરણ શરૂ:કોર્પોરેટર - અગ્રણીનાં બાળકોને રસી મૂકી વેક્સિનેશન શરૂ કરાશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે 9:30 વાગ્યાથી બાળકોનું રસીકરણ શરૂ
  • ગુરુ અને શુક્રવારે પોલિટેક્નિકમાં રસીકરણ યોજાશે

શહેરમાં સોમવારથી 15 થી 18 વર્ષનાં બાળકોનું રસીકરણ શરૂ થનાર છે ત્યારે તેના પ્રારંભે કોર્પોરેટરો, નેતાઓ અને અગ્રણીનાં બાળકોને રસી અપાશે. વધુ સંખ્યામાં રસીકરણ થઈ શકે અને લોકોનો ઉત્સાહ વધે તે માટે આ પ્રકારનું આયોજન કરાયું છે. રસી મુકાવવા આવનાર બાળકોને ચા-નાસ્તો કરીને આવવા જણાવાયું છે. ભૂખ્યા પેટે રસી મુકાવવા આવવું નહીં તેવું આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

શહેરમાં 79 રસીકરણ કેન્દ્રો પર સોમવારે રસીકરણ હાથ ધરાશે. જોકે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં કેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું તે આંકડો આરોગ્ય વિભાગ પાસે ન હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ 6 જાન્યુઆરી, ગુરુવારે મ.સ.યુનિ. પોલિટેક્નિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે રસીકરણનો કાર્યક્રમ યોજાશે. કોલેજમાં ગુરુ અને શુક્રવાર દરમિયાન સવારે 9થી 2 સુધી રસીકરણ થશે. તમામને કોવેક્સિન રસી અપાશે. 31 ડિસેમ્બરે, 2007 પહેલા જન્મેલા અને 18 વર્ષ સુધીના કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ આ રસી લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...