એજ્યુકેશન:કોર્પોરેટ કર્મચારીઓ પણ હવે MSUમાં પીએચડી કરી શકશે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેટમાં કામ કરતા કર્મચારીઓ પણ એમએસ યુનિવર્સિટીમાં પીએચડી કરી શકશે. પીજી કાઉન્સિલની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જે પ્રકારે આઇઆઇએમમાં કોર્પોરેટમાં કામ કરતા કર્મચારીઓને પીએચડી કરવાની તક અપાય છે, તે પ્રકારે એમ.એસ.યુનિ.માં પણ  કોર્પોરેટમાં કામ કરતા કર્મચારીઓ પીએચડીની ડિગ્રી હાંસલ કરી શકશે. યુનિવર્સિટીમાં મળેલી બીજી કાઉન્સિલની બેઠકમાં પીએચડી માટેના વિવિધ પ્રકારના નિયમોમાં બદલાવ લવાયો છે. નવા ઉમેરા પણ કરાયા છે. સામાન્ય વિદ્યાર્થીઓ જે પીએચડી કરતા હશે તેના કરતાં અલગ પ્રકારના કોર્સ કોર્પોરેટ કર્મચારીઓ માટે ડિઝાઇન કરાશે. પીએચડીમાં પ્રવેશ મેળવવા કોર્પોરેટ કર્મચારીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપવો પડશે. સત્તાધીશોએ કોર્પોરેટના કર્મચારીઓને પીએચડી કરવા મંજૂરી આપવા તમામ ફેકલ્ટી ડીન પાસેથી પણ ઇનપુટ મગાવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...