તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:કોમર્સના વિદ્યાર્થીઓને કોરોનાકાળ ફળ્યો : એફવાયનું 89 ટકા પરિણામ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019ની ઓફલાઈન પરીક્ષામાં 61 ટકા પરિણામ આવ્યું હતું
  • રિઝલ્ટ જોતાં ઓનલાઇન પરીક્ષાઓ ફારસ રૂપ સાબિત થઈ

કોમર્સના વિદ્યાર્થીઓને કોરોના ફળ્યો છે . ઓનલાઇન પરીક્ષાઓના પગલે એફવાય નું પરિણામ 89% જેટલું ઊચું આવ્યું છે. ઓક્ટોબર 2019 માં લેવાયેલી છેલ્લી ઓફલાઈન પરીક્ષામાં ૬૧ ટકા પરિણામ આવ્યું હતું.મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ એન્ડ સેમેસ્ટર પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. 2020 માં કોરોના મહામારી બાદ તમામ પરીક્ષાઓ ઓનલાઇન માધ્યમથી લેવામાં આવી રહી છે. ગત વર્ષે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશ પણ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં થયો હતો.

ત્યારબાદ આ વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. એફ.વાય.બી.કોમ ની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં રેકોર્ડ બ્રેક 89 ટકા જેટલું પરિણામ આવ્યું છે. કુલ 9027 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 8090 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન માધ્યમથી લેવામાં આવી રહેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા માસ કોપી કરવામાં આવતી હોવાની ફરિયાદો યુનિવર્સિટી સત્તાધીશો ને પણ મળી છે.

ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપ દ્વારા જવાબ લખવામાં આવતા હોવાના પુરાવા મળ્યા હોવા છતાં આવા સોશિયલ મીડિયા ના ગ્રુપો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પરિણામો જોતા ઓનલાઇન માધ્યમથી લેવામાં આવેલી પરીક્ષાઓ ફારસ રૂપ સાબિત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...