તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણાંતિકા:કોરોના મૃતકના સગા ન આવ્યા અંતે તબીબે અંતિમવિધિ કરાવી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગોત્રી હોસ્પિટલમાં દાહોદના દર્દીનું મોત થતાં કોઇ ન ફરક્યું
 • જેને ઓળખતા સુધ્ધાં ન હતા તેના માટે તબીબ જાતે સ્મશાનમાં ગયા

ગોત્રી કોરોના હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડો. હિતેશ રાઠોડે ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયા બાદ તેના અંતિમસંસ્કાર સ્મશાનગૃહમાં જાતે જઇને કરાવ્યા હતા. આ વ્યક્તિને તેઓ ઓળખતા સુદ્ધા ન હતા. એક દિવસ લાશ કોલ્ડરૂમમાં સાચવી રાખી છતાં કોઇ સંબંધી ફરકયા ન હતા.

દાહોદના આ દર્દીના ભાઇ કોરોના સંક્રમિત હતા તેમના પિતાની વય વધુ હોવાથી તેઓ પણ દાહોદથી વડોદરા આવી શકે તેમ ન હતા. કોરોના મૃતકનો મૃતદેહ એક દિવસ સુધી કોલ્ડરૂમમાં સાચવી રખાયો. દરમિયાન મૃતકના અન્ય પરિવારજનો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી પણ કોઇ આવ્યું નહીં. છેવટે એક ફેમિલી ફ્રેન્ડ તૈયાર થતાં ડો. હિતેશ રાઠોડે માનવતા દાખવીને તેમની બોડી ડિસ્પોઝલ ટીમ અને કોલ્ડ સ્ટોરેજના સ્ટાફ તથા મુસ્લિમ એમ્બ્યુલન્સ સેવાના સહકાર વડે મૃતદેહને ખાસવાડી સ્મશાનગૃહ લઇ ગયા હતા.

એટલું જ નહીં એક સ્વજનની પેઠે તેનો અંતિમ સંસ્કાર પણ કરાવ્યો હતો. ડો. હિતેશ રાઠોડનું કહેવું છે કે, ‘ ગોત્રી હોસ્પિટલમાં શબના અંતિમ દર્શન માટે પીપીઇકીટ, ચાર લેયરનું કફન અને એમ્બ્યુલન્સ સેવાઓ અને સ્મશાનની ચીજો મફત આપવામાં આવે છે. જેથી કોઇ વ્યક્તિએ કોઇની પણ સાથે નાણાની લેવડદેવડ કરવી જોઇએ નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો