તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona's Positive CM Addressed 3 Public Rallies In Vadodara, The City President Says, "social Distance Was Maintained, Activists Are Going To Campaign Without Worrying", Congress Demanded A Test

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણનો ભય:વડોદરામાં કોરોના પોઝિટિવ CMની 3 સભામાં BJPના 44 ઉમેદવારો હાજર હતા, શહેર પ્રમુખ કહે છે કે, 'સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું, કાર્યકરો ચિંતા કર્યાં વિના પ્રચારમાં લાગી જાય', કોંગ્રેસે ટેસ્ટ કરાવવા માંગ કરી

વડોદરા10 દિવસ પહેલા
કોરોના સંક્રમિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં 3 જાહેરસબા સંબોધી હતી, જેમાં ભાજપના નેતાઓ અને ઉમેદવારો હાજર રહ્યા હતા
  • નિઝામપુરામાં છેલ્લી જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા
  • યુએન મહેતા હોસ્પિટલમાં મુખ્યમંત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા નેતાઓ અને ઉમેદવારો ચિંતામાં મૂકાયા
  • નેતાઓ અને ઉમેદવારો કોરોના ટેસ્ટ ન કરાવે અને ક્વોરન્ટીન ન થાય તો કોરોના સંક્રમણનો ભય

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાનમાં ભાજપના સ્ટાર પ્રચારક અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની જાહેરસભામાં ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જોકે આજે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 3 જાહેર સભા દરમિયાન સ્ટેજ ઉપર હાજર સાંસદ, ધારાસભ્યો, હોદ્દેદારો અને 11 વોર્ડના 44 ઉમેદવારો ચિંતામાં મૂકાઈ ગયા છે. જાહેરસભામાં હાજર ભાજપના તમામ નેતાઓને કોરોના ટેસ્ટ કરીને ક્વોરન્ટીન કરવાની કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને માગ કરી છે, જોકે, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે, જાહેરસભાઓ દરમિયાન અમે લોકો માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું હતું. જેથી કાર્યકરોને અપીલ છે કે, તમે ફરીથી પાર્ટીના કામમાં લાગી જાઓ.

મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં છેલ્લી જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા અને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના ECG, 2D અને બ્લ્ડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. જોકે તેમનો કોરોનાનો RT-PCR ટેસ્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓને હાલ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે અને જ્યાં તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

નેતાઓ અને ઉમેદવારો કોરોના ટેસ્ટ ન કરાવે અને ક્વોરન્ટીન ન થાય તો કોરોના સંક્રમણનો ભય છે
નેતાઓ અને ઉમેદવારો કોરોના ટેસ્ટ ન કરાવે અને ક્વોરન્ટીન ન થાય તો કોરોના સંક્રમણનો ભય છે

સ્ટેજ પર હાજર લોકોનો કોરોના ટેસ્ટ ન થાય તો સંક્રમણ વધવાની શક્યતા
વડોદરા શહેરના તરસાલી, સંગમ ચાર રસ્તા અને નિઝામપુરાની સભામાં હજારો લોકો, નેતાઓ, 11 વોર્ડના 44 ઉમેદવારો અને કાર્યકરો જોડાયા હતા. જેમાં વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર પ્રમુખ વિજય શાહ, ધારાસભ્યો, વોર્ડના ઉમેવાદરો અને હોદ્દેદારો સ્ટેજ પર હાજર હતા. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય છે. જોકે વડોદરા શહેર પ્રમુખ વિજય શાહે તો કોઇને કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર ન હોવાની વાત કરી છે અને કાર્યકરોને પ્રચારમાં જોડાઇ જવાની પણ અપીલ કરી છે. જો સ્ટેજ પર હાજર લોકોનો કોરોના ટેસ્ટ ન થાય તો સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

યુએન મહેતા હોસ્પિટલમાં મુખ્યમંત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા નેતાઓ અને ઉમેદવારો ચિંતામાં મૂકાઇ ગયા છે
યુએન મહેતા હોસ્પિટલમાં મુખ્યમંત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા નેતાઓ અને ઉમેદવારો ચિંતામાં મૂકાઇ ગયા છે

ફરીથી પાર્ટીના કામમાં લાગી જવાની શહેર પ્રમુખની અપીલ
વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય સારૂ રહે અને તેઓ જલ્દી સાજા થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. જોકે જાહેરસભાઓ દરમિયાન અમે લોકો માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું હતું. જેથી કાર્યકરોને અપીલ છે કે, તમે ફરીથી પાર્ટીના કામમાં લાગી જાઓ.

નિઝામપુરામાં છેલ્લી જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા
નિઝામપુરામાં છેલ્લી જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા

સભામાં હાજર ભાજપના તમામ નેતાઓના કોરોના ટેસ્ટ કરાવવાની કોંગ્રેસની માગ
બીજી તરફ વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં સભાના સંબોધન દરમિયાન બેભાન થયા હતા. આજે રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારે તેમના લાંબા આયુષ્યની પ્રાથના કરું છું તેમજ વડોદરા શહેરના સાંસદ, પૂર્વ મેયર, તેમજ સંગઠનના ટોચના નેતાઓ જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય, તેઓ સ્વૈચ્છિક રીતે હોમ ક્વોરન્ટીન થાય અને તેમના ટેસ્ટ કરાવવાની તેવી માંગણી કરીએ છીએ.

મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ઉમેદવારો મત માંગવા આવે તો ચેતજો
મુખ્યમંત્રીની 3 જાહેરસભામાં વડોદરાના 11 વોર્ડના ભાજપના 44 ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા નથી. જેથી ભાજપના ઉમેદવારો મત માંગવા આવે તો લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો