વધુ 8 સ્કૂલ બંધ કરવી પડી:કોરોનાનું લેશન: એક દિવસમાં 8 સ્કૂલના 8 છાત્ર,2 શિક્ષક પોઝિટિવ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 દિવસમાં 25થી વધુ વિદ્યાર્થી ચપેટમાં
  • યુનિ.ની એજ્યુકેશન સાઇકોલોજીના અધ્યાપક અને હેડ ઓફિસનો કર્મી સંક્રમિત

એક જ દિવસમાં 8 સ્કૂલોમાં 8 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. મ.સ.યુનિ.ની એજ્યુકેશન સાઇકોલોજીના અધ્યાપક અને હેડ ઓફિસ ખાતે કર્મચારી પણ પોઝિટિવ આવ્યો છે. ગુરુવારે 8 સ્કૂલોના 8 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો પોઝિટિવ આવતાં સ્કૂલો બંધ કરાઇ હતી.

ડીઇઓ કચેરીમાંથી મળતી વિગતો અનુસાર ઉન્નતિ વિદ્યાલયના ધો.9નો વિદ્યાર્થી, ડી.આર.અમીન સ્કૂલમાં ધો.2નો વિદ્યાર્થી, કેળવણીમાં ધો.10નો વિદ્યાર્થી, પ્રિન્સ અશોકરાજે ગાયકવાડનો ધો.9નો વિદ્યાર્થી, એમઇએસમાં ધો.1 અને ધો.9નો વિદ્યાર્થી, વિબગ્યોરનો પ્રાઇમરીનો વિદ્યાર્થી, ભવન્સ સ્કૂલમાં 1 શિક્ષક અને ધો.4માં અભ્યાસ કરતો તેમનો પુત્ર પોઝિટિવ આવ્યા છે. ઝેનિથ સ્કૂલમાં 1 શિક્ષક પોઝિટિવ આવ્યા છે. 10 દિવસમાં 25 વિદ્યાર્થી અને 5થી વધુ શિક્ષકો સંક્રમિત થયા છે.

ફિઝિયોથેરાપીના 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છતાં પણ લેક્ચર ચાલુ રખાયાં
એક સપ્તાહમાં મેડિકલ કોલેજ સંચાલિત ફિઝિયોથેરાપીના 5 વિદ્યાર્થી અલગ-અલગ દિવસે પોઝિટિવ આવ્યા હતા. જોકે ડિપાર્ટમેન્ટ દ્વારા લેક્ચર ચાલુ રખાયા છે. વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆતો હતી, પણ વિભાગના વડા સહિતના અધ્યાપકોએ યોગ્ય જવાબ આપ્યા નહતા.

અન્ય સમાચારો પણ છે...