સુવિધા:કોરોના સહાયનાં ફોર્મ સોમવાર સુધી ઉપલબ્ધ થવાની શક્યતા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરળ રીતે ફોર્મ મળી રહે તે માટેની તંત્ર દ્વારા એસઓપી તૈયાર

કોરોના મહામારીમાં મૃત્યું પામેલા મૃતકોના પરીવારજનોને રાજ્ય સરકાર કોરોના સહાય આપવાની જાહેરાત કરી છે. વડોદરા જિલ્લાના નાગરીકોને કોરોના સહાય મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડની અધ્યક્ષતામાં મીટીંગોનો દોર યથાવત છે. જ્યારે સોમવાર સુધીમાં જિલ્લાના નાગરીકોને કોરોના સહાય માટેના ફોર્મ મળતા થઈ જાય તેવી સંભાવના રહેલી છે.

કલેક્ટર કચેરીના તંત્રના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર તરફથી કોરોના સહાય વિતરણ કરવા માટેનું નોટીફિકેશન આવ્યા બાદ જિલ્લાના નાગરીકોને સરળ રીતે કોરોનાના ફોર્મ અને સહાય મળી રહે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે બુધવારે મોડી રાત સુધી મેરેથોન મીટીંગ ચાલી હતી.જ્યારે શનિવારના રોજ પણ કોરોના સહાય માટેની છેલ્લી મીટીંગ યોજાવાની છે.ત્યાર બાદ કોરોના સહાય માટેની એસઓપી જાહેર કરી દેવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે.

મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ માટે કોને અરજી કરવી

  • મહાનગરપાલિકા કક્ષાએ , રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને તબીબી અધિકારી (મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ)
  • નગરપાલિકા કક્ષાએ ,રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને નગરપાલિકા મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર)
  • ગ્રામ્ય કક્ષાએ , રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને તલાટી-કમ-મંત્રી
  • ઔધોગિક વિસ્તાર , રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખઅય અધિકારી (ઈન્ડસ્ટ્રીયલ નોટીફાઈડ એરીયા)
  • જંગલ વિસ્તાર, રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર
અન્ય સમાચારો પણ છે...