તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કોરોનાને બહાને ઓનલાઇન સભા વિપક્ષના વિરોધને ખાળવાની નીતિ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ સયાજીરાવ નગરગૃહમાં બજેટ સભા બોલાવાઈ હતી
 • વિધાનસભા મળતી હોય તો બજેટ સભા કેમ ન મળી શકે? ,કોંગ્રેસ

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પાલિકાની બજેટ સભા સયાજીરાવ નગરગૃહને બદલે ઓનલાઇન કરવાના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે.બજેટલક્ષી સભા 30મી ને મંગળવારે સવારે 11 વાગ્યે બોલાવાઈ છે. મેયર ઉપરાંત 7થી વધુ કોર્પોરેટરો પણ કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. બજેટ સભા સયાજીરાવ નગરગૃહ ખાતે બોલાવવા એજન્ડા પણ જારી કરાયો હતો. જોકે કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને વિપક્ષના આક્રમણને ખાળવાની રણનીતિના ભાગરૂપે હવે બજેટલક્ષી સભા ઓનલાઈન મળશે.

જેમાં તમામ કોર્પોરેટરો પોતાના સ્થાનેથી ઓનલાઇન ચર્ચામાં ભાગ લેશે. જેના કારણે હવે મેયર પણ સભાના અધ્યક્ષ સ્થાને ઓનલાઇન રહી કરી શકશે. પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે લેખિતમાં વાંધો ઉઠાવી મેયરને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો વિધાનસભા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મળી શકતી હોય તો પાલિકાની બજેટ સભા કેમ ન મળી શકે? કોરોનાની પરિસ્થિતિમાં અધિકારીઓ સાથે પાલિકાની વડી કચેરીમાં શાસક પક્ષ બેઠક કરી શકે છે, જ્યારે બજેટ જેવી મહત્ત્વની બાબતમાં છેલ્લી ઘડીએ નિર્ણય બદલી ઓનલાઇન બેઠક બોલાવવી યોગ્ય નથી.

બીજી તરફ કોંગી મહિલા કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ પણ જણાવ્યું હતું કે, કોરોનામાં ચૂંટણીઓ યોજાઈ અને મુખ્યમંત્રી બેશુદ્ધ થઇ ઢળી પડે છતાં ચૂંટણી પ્રચાર સભામાં ભીડ ભેગી કરાતી હતી, હવે ફક્ત વડોદરામાં જ બજેટ સભા ઓનલાઇન કરવાનું કારણ શું તે એક મોટો પ્રશ્ન છે.

આજે 82 સ્કૂલ ખાતે પાલિકાની પરીક્ષા
પાલિકાના આરોગ્ય વિભાગની જુદી જુદી પાંચ કેટેગરી માટે રવિવારે શહેરની 82 સ્કૂલ ખાતે લેખિત પરીક્ષા યોજાનાર છે અને તેમાં 24 હજારથી વધુ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે. પાલિકાના આરોગ્ય વિભાગ હેઠળના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવવા માટે 297 જગા સરકારે મંજુર કરી છે અને આ તમામ જગા કાયમી છે. પાંચ કેટેગરી માટે શહેરની 82 સ્કૂલ ખાતે રવિવારે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાનાર છે અને તેમાં દરેક શાળામાં એક વર્ગમાં મહત્તમ 30 ઉમેદવારો બેસાડવામાં આવશે અને કુલ 820 પરીક્ષાખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો