પરફોર્મીંગ આર્ટસ / કોરોનાની કવિતા અને નૃત્યના સંગમે રચ્યો ઇન્ડિયા રેકોર્ડ

Corona's confluence of poetry and dance set the India record
X
Corona's confluence of poetry and dance set the India record

  • જે કવિતા પર નૃત્ય થયું તેને ઉદિત નારાયણ, રાજેન્દ્ર ગુપ્તા, સતિષ કૌશિકે પણ સંગીત બદ્ધ કરી છે : શરદ ગુપ્તા

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 04:00 AM IST

વડોદરા. પરફોર્મીંગ આર્ટસના નૃત્ય વિભાગના પૂર્વ-વર્તમાન 7 દેશના 337 વિદ્યાર્થીઓ-શિક્ષકોએ 10 મિનીટ લાઇવ નૃત્યથી ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ડો.સ્મૃતિ વાઘેલાએ જણાવ્યું કે, કવિતા રેલવે પોલીસ અધિકારી શરદ ગુપ્તાની ‘શત્રુ યે અદ્રશ્ય હે’ને શિવમ સિંઘે સૂર આપ્યો. સંચાલન સ્મૃતિ વાઘેલા, ડો. પ્રીતિ સાઠે, જિતિક્ષા ઉપાધ્યાય, દ્યુતિ પંડ્યા અને ધ્વનિ મસ્કરે ડીન પ્રો.અજય અષ્ટપુત્રેના સહયોગથી કર્યું. જેનું સર્ટિઇન્ડિયા રેકોર્ડના પવન સોલંકીએ શનીવારે પર્ફોર્મિંગ આર્ટ્સને આપ્યું હતું. 

લોકોએ મારી કવિતા હરિવંશરાય બચ્ચનને નામે વાયરલ કરી, પછી મેં તેનો શ્રેય માંગ્યો

લેખક શરદ ગુપ્તાએ જણાવ્યું કે, આ કવિતા મેં લોક ડાઉનના બીજા દિવસે લખી હતી. મેં કવિતા મારા ફેસબુક અને વોટ્સએપ પર મૂકી પરંતુ ઘણા લોકોએ તેમાંથી મારું નામ હટાવી હરિવંશરાયજી બચ્ચનનું નામ આપ્યું. સમય વિતતા મેં લોકોની પોસ્ટ પર કોમેન્ટ્સ કરીને શ્રેય માંગ્યો. શિવમ સિંઘે પણ કવિતાને સંગીત બંધ કરીને સોશિયલ મીડિયા પર મુકી હતી, મેં સંપર્ક કર્યો અને સત્ય જણાવ્યું. પરફોર્મીંગ આર્ટસનો આભારી છું કે મારી કવિતાને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું. ઉદિત નારાયણ, રાજેન્દ્ર ગુપ્તા, સતિષ કૌશિક અને હેમંત ભટ્ટે મળીને પણ મારી કવિતાને સંગીતનું રૂપ આપ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી