તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા:શહેરને સ્વચ્છ રાખનારા કોરોના વોરિયર્સ સફાઇ કર્મચારીઓ અને વોર્ડ અધિકારીઓ પર પુષ્પવર્ષા કરીને લોકોએ સન્માન કર્યું

વડોદરાએક વર્ષ પહેલા
  • લોકોએ કર્મચારીઓ અને અધિકારીઓનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કહેર વચ્ચે વડોદરા શહેરને સ્વચ્છ રાખનારા કોરોના વોરિયર્સ સફાઈ કર્મચારીઓ અને વોર્ડ અધિકારીઓનું ભૂતડીઝાંપા સ્થિત ચૌહાણ સોસાયટી તુલસાવાડીના રહીશોએ સન્માન કર્યું હતું.
સફાઇ કર્મચારીની કામગીરી હાલ ખુબ જ મહત્વની છે
દેશમાં હાલ ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયે સફાઈ કર્મચારીઓ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યાં વિના શહેરને સ્વચ્છ રાખવાની મહત્વની કામગીરી કરી રહ્યા છે. તેમની કામગીરી બિરદાવવા આજે વડોદરા શહેરના ભૂતડીઝાંપા સ્થિત ચૌહાણ સોસાયટી તુલસાવાડી ખાતે વહીવટી વોર્ડ નંબર-8ના સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓના સ્વાગતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મહિલા સફાઇ કર્મચારીઓનું સાડી આપીને સન્માન કરાયું
આ કાર્યક્રમમાં સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર ઉમાકાન્તભાઈ પ્રજાપતિ, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ચેતનભાઈ સોલંકી, સુપરવાઈઝર દીપકભાઈ વર્ષીકર, રાજેન્દ્રભાઈ મૈયલે, કર્મચારી દિપકભાઈ સોલંકી, સફાઈ કર્મચારી દક્ષાબેન સોલંકી, હંસાબેન સોલંકી અને જગદીશભાઈ ખાસ હાજર રહ્યા હતા. આ તમામ કોરોના વોરિયર્સનું ચૌહાણ સોસાયટી, તુલસાવાડીના સતનાથ પંથના યોગી આદેશનાથજી ગુરુ ગંગાનાથજીની નિશ્રામાં સ્થાનિક રહીશો દ્વારા મહિલા કર્મચારીને પુષ્પમાળા આપી અને સાડી આપીને તેમની કામગીરી બિરદાવામાં આવી હતી. આ ઉપરાંત તમામ અધિકારી અને કર્મચારીઓ પર સ્થાનિક રહીશો દ્વારા પુષ્પ વર્ષા કરી તાળી વગાડીને અભિવાદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...