• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Ward Closed As Not A Single Patient Was Admitted To Vadodara's Sayaji Hospital Today, Doctors And Nursing Staff Roamed The Streets

કોરોનાની વિદાયના ગરબા:વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે એક પણ દર્દી દાખલ ન થતાં કોરોના વોર્ડ બંધ કરાયો, તબીબો અને નર્સિંગ સ્ટાફ ગરબે ઘૂમ્યો

વડોદરા2 મહિનો પહેલા
સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ ન થતાં હોસ્પિટલનો સ્ટાફ ગરબા રમ્યો હતો
  • કોરોનાના કેસ બંધ થતા સયાજી હોસ્પિટલના સ્ટાફે મીઠાઇ વહેંચીને ખુશી વ્યક્ત કરી
  • કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે નર્સિગ સ્ટાફે ભગવાનને પ્રાર્થના કરી

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનો એક પણ દર્દી દાખલ ન થતાં હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સહિતના સ્ટાફ દ્વારા ગરબા રમીને અને મીઠાઇ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કોરોનાની મહામારી દરમિયાન પોતાની ચિંતા કર્યાં વગર ફરજ બજાવનાર સ્ટાફે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન જોયેલા દ્રશ્યો હવે અમે ફરી જોવા માગતા નથી. હવે કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છે.

બીજી લહેરમાં ભયાવહ દ્રશ્યોએ સ્ટાફની ઊંઘ હરામ કરી નાખી હતી
વૈશ્વિક કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી મૂક્યો હતો. જેમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી કીડીયારીની જેમ ઉભરાઇ ગઇ હતી. અનેક લોકોના મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં ફરજ બજાવનાર ચોથા વર્ગના કર્મચારીઓ સહિત તબીબોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી હતી. હોસ્પિટલમાં બીજી લહેર વખતના ભયાવહ દ્રશ્યોએ હોસ્પિટલ સ્ટાફની ઊંઘ હરામ કરી નાખી હતી. આમ છતાં, સ્ટાફ દ્વારા કોરોનાની મહામારીના પડકારમાં કોરોનાના દર્દીઓની સારવાર કરીને કોરોનાની મહામારી ઉપર જીત મેળવી હતી.

કોવિડ સેન્ટરના પટાંગણમાં સ્ટાફ દ્વારા સંગીતના તાલે ગરબાની રમઝટ બોલાવતા હોસ્પિટલમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું
કોવિડ સેન્ટરના પટાંગણમાં સ્ટાફ દ્વારા સંગીતના તાલે ગરબાની રમઝટ બોલાવતા હોસ્પિટલમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું

છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીઓ દાખલ થયો નથી
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થઇ ગયો છે. ચોવિસ કલાક કોરોનાના દર્દીઓથી ઉભરાતી સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ ગયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ દર્દીઓ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ ન થતાં કોવિડ સેન્ટરમાં ફરજ બજાવનાર કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. તે સાથે કર્મચારીઓએ રાહત પણ અનુભવી હતી.

કોરોનાના કેસ બંધ થતા સયાજી હોસ્પિટલના સ્ટાફે મીઠાઇ વહેંચીને ખુશી વ્યક્ત કરી
કોરોનાના કેસ બંધ થતા સયાજી હોસ્પિટલના સ્ટાફે મીઠાઇ વહેંચીને ખુશી વ્યક્ત કરી

કોવિડ સેન્ટરને હવે બંધ કરી દેવામાં આવ્યું
છેલ્લા 24 કલાકમાં સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એક પણ કોરોનાનો દર્દી દાખલ ન થતાં કોવિડ સેન્ટરને હવે બંધ કરી દેવામાં આવ્યું છે. કોવિડ સેન્ટર બંધ કરવામાં આવતા કોવિડ સેન્ટરના તમામ સ્ટાફે કોવિડ સેન્ટરના પટાંગણમાં ગરબા રમીને અને મિઠાઇ વહેંચીને ખૂશી વ્યક્ત કરી હતી. કોવિડ સેન્ટરના પટાંગણમાં સ્ટાફ દ્વારા સંગીતના તાલે ગરબાની રમઝટ બોલાવતા હોસ્પિટલમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કોવિડ સેન્ટર બંધ કરવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા કોવિડ સેન્ટરમાં ફરજ બજાવનાર તમામ સ્ટાફને પૂર્વવત તેમની જગ્યાઓ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા.

કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે નર્સિગ સ્ટાફે ભગવાનને પ્રાર્થના કરી
કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે નર્સિગ સ્ટાફે ભગવાનને પ્રાર્થના કરી

કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે પ્રાર્થના કરી
કોવિડ સેન્ટરમાં ફરજ બજાવનાર ડો. મિલીને જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ દર્દી ન આવતા સ્ટાફ દ્વારા ગરબા રમીને અને મિઠાઇ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર ઉપર કોવિડ કમિટીના સહિયારા પ્રયાસથી વિજય મેળવવામાં આવ્યો છે. જેમાં ચોથા વર્ગના કર્મચારીઓ સહિત 5000 જેટલા હેલ્થવર્કરોના સહકારથી કોરોનાને મ્હાત આપવામાં સફળતા મળી છે. કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે પ્રાર્થના કરીએ છે. જોકે, સપ્ટેમ્બર માસમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની વાત છે. પરંતુ, હોસ્પિટલનો સ્ટાફ ત્રીજી લહેરનો સામનો કરવા માટે સજ્જ છે.

બીજી લહેરમાં ભયાવહ દ્રશ્યોએ સ્ટાફની ઊંઘ હરામ કરી નાખી હતી
બીજી લહેરમાં ભયાવહ દ્રશ્યોએ સ્ટાફની ઊંઘ હરામ કરી નાખી હતી