કોરોના વડોદરા LIVE / વડોદરામાં વધુ 95 પોઝિટિવ, આજે 7 દર્દીના મોત, કુલ કેસઃ4761, ભરૂચમાં નવા 16, મહીસાગરમાં 13 અને પંચમહાલમાં 11 કેસ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 821 સેમ્પલમાંથી 95 પોઝિટિવ અને 726 નેગેટિવ આવ્યા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 06:00 PM IST

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 95 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 4761 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 48 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3696 દર્દી રિકવર થયા છે અને આજે વધુ 2 મૃત્યુ જાહેર કરવામાં આવતા સત્તાવાર મૃત્યુઆંક 91 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 974 એક્ટિવ કેસ છે, જે પૈકી 129 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 806 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કેસ નોંધાયા
શહેરઃ સુભાનપુરા, વાસણા રોડ, કારેલીબાગ, નવાયાર્ડ, વાઘોડિયા રોડ, માંજલપુર, વારસીયા રિંગ રોડ, રાવપુરા, ઓલ્ડ પાદરા રોડ, વડસર, તરસાલી, ગોરવા, VIP રોડ, મકરપુરા, નિઝામપુરા, પ્રતાપનગર, સમા, છાણી, અકોટા, ગોત્રી રોડ, આજવા રોડ, દંતેશ્વર, માંડવી
ગ્રામ્યઃ પાદરા, ડભોઇ, ઉડેરા, બીલ, પોર, કરજણ, વલણ

વડોદરામાં વધુ 7 દર્દીના મોત
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે એક યુવાન સહિત વધુ 7 દર્દીના મોત થયા છે. તમામની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે.

મૃતકની ઉંમર અને વિસ્તારના નામ
-સમા સાવલી રોડ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય મહિલાનું
-વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય પુરૂષનું મોત
-દંતેશ્વર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાનનું મોત
-પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના 68 વર્ષીય વૃદ્ધનું મોત
-વાઘોડિયા તાલુકાના 51 વર્ષીય પુરૂષનું મોત
-કરજણ તાલુકના 75 વર્ષીય વૃદ્ધનું મોત
-દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના 65 વર્ષીય વ્યક્તિનું મોત

ભરૂચમાં કોરોનાના વધુ 16 કેસ
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસનો કુલ આંક 961 ઉપર પહોંચ્યા છે. તો પંચમહાલ જિલ્લામાં આજે વધુ 11 અને મહીસાગર જિલ્લામાં 13 પોઝિટવ કેસ નોંધાયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી