તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વડોદરા LIVE:વધુ 52 પોઝિટિવ સાથે કેસની કુલ સંખ્યા 2280 થઇ, આજે 2 મૃત્યુ જાહેર કરાતા સત્તાવાર કુલ મૃત્યુઆંક 55 થયો, વધુ 32 દર્દી ડિસ્ચાર્જ કરાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 282 સેમ્પલમાંથી 52 પોઝિટિવ અને 230 નેગેટિવ આવ્યા છે
  • ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા, કેસની કુલ સંખ્યા 232 થઇ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે 52 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2280 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે વધુ 2 સત્તાવાર મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે. આમ સત્તાવાર કુલ મૃત્યુઆંક 55 ઉપર પહોંચ્યો છે. જોકે 55 પૈકી કોરોના વાઈરસથી માત્ર 10 દર્દીના જ મોત દર્શાવવામાં આવ્યા છે. અન્ય 45 દર્દીના મોત અન્ય બિમારીઓથી થયા હોવાનું જાહેર કરાયું છે. વડોદરામાં આજે વધુ 38 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 1601 સાજા થયા છે. વડોદરામાં હાલ 624 એક્ટિવ કેસ છે, જે પૈકી 126 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર પર છે.

વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે કોરોનાના કેસ નોંધાયા
વડોદરા શહેરમાં આજે હરણી રોડ, સમા, વારસીયા રોડ, તાંદલજા, વાડી, બરાનપુરા, ગોત્રી, સોમા તળાવ, વાઘોડિયા રોડ, નવી ધરતી, માંડવી, ઓલ્ડ પાદરા રોડ, આજવા રોડ, નિઝામપુરા, માંજલપુર, ફતેગંજ, વડસર, કારેલીબાગ, ડભોઇ રિંગ રોડ, ન્યુ VIP રોડ અને મકરપુરા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા હતા. વડોદરા ગ્રામ્યમાં પાદરા, ડબકા, ફર્ટીલાઇઝરનગર, ભાયલી રોડ અને સાવલીમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા.

વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન આજે 2 દર્દીના મોત
વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ બે દર્દીના મોત થયા છે. વડોદરાના માંજલપુરના રહેવાસી 38 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ગોધરાના રહેવાસી 65 વર્ષીય મહિલાનું મોત થયું છે.

ભરૂચ જિલ્લામાં આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે.  આમ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 232 ઉપર પહોંચી ગઇ છે. જે પૈકી 111 એક્ટિવ કેસ છે, કુલ 109 દર્દી સાજા થયા છે અને અત્યાર સુધી કુલ 13 દર્દીના મોત થયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો