કોરોના વડોદરા LIVE:GSFC કંપનીના 3 કર્મચારી સહિત વધુ 125 પોઝિટિવ, વધુ 10 દર્દીના મોત, કુલ કેસઃ9918, ભરૂચમાં નવા 16 કેસ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3528 સેમ્પલમાંથી 125 પોઝિટિવ અને 3403 નેગેટિવ આવ્યા
  • ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક વધીને 1816 ઉપર પહોંચ્યો છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 125 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 9918 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ એક મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 164 થયો છે. વડોદરામાં આજે વધુ 102 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8369 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1385 એક્ટિવ કેસ પૈકી 148 દર્દી ઓક્સિજન ઉપર અને 58 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1179 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ ફતેપુરા, નવાપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, દંતેશ્વર, સમા, માણેજા, તરસાલી, માંજલપુર, યમુનામીલ, ગાજરાવાડી, ગોરવા, સુભાનપુરા, અટલાદરા, ગોત્રી, અકોટા, જેતલપુર, છાણી, ગોકુલનગર, કપુરાઇ, વારસીયા, ગાજરાવાડી, સવાદ
ગ્રામ્યઃ પીપળીયા, ડેસર, ડભોઇ, વેમાલી, ભાયલી, ઉંડેરા, કરજણ, સાવલી, પાદરા, શિનોર

આજે 3 મહિલા સહિત વધુ 10 દર્દીના મોત
વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે 3 મહિલા સહિત વધુ 10 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત વડોદરા પાસે આવેલી GSFC કંપનીમાં વધુ 3 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. જેમાં લોજીસ્ટિક ડિપાર્ટમેન્ટમાં 57 વર્ષીય કર્મચારી, એનાલિસ્ટ ડિપાર્ટમેન્ટમાં 30 વર્ષીય કર્મચારી અને લેબ ડિપાર્ટમેન્ટમાં 55 વર્ષીય કર્મચારી સંક્રમિત થયા છે. GSFC કંપનીમાં અત્યાર સુધીમાં 138 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે.

કોર્પોરેટર હસમુખ પટેલ કોરોના સંક્રમિત થયા વડોદરાના વોર્ડ નં-5ના કોર્પોરેટર હસમુખ પટેલ કોરોના સંક્રમિત થયા છે, તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માજી કોર્પરેટર ગિરીશ પારેખ અને ભાજપ શહેર મહામંત્રી અને માજી કોર્પરેટર સદાનંદ દેસાઈ પણ કોરોના સંક્રમિત થયા છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2352 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9918 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1613, પશ્ચિમ ઝોનમાં 1602, ઉત્તર ઝોનમાં 2352, દક્ષિણ ઝોનમાં 1935, વડોદરા ગ્રામ્યમાં 2380 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3830 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3830 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3816 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરામાં 67,340 લોકો રેડ ઝોનમાં વડોદરા શહેરમાં અત્યારે 17,655 ઘરમાં 67,340 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 35,296 ઘરમાં 1,20,333 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 38,197 ઘરમાં 1,38,955 લોકો યલો ઝોનમાં છે.

ભરૂચમાં આજે વધુ 16 કેસ ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 1816 ઉપર પહોંચ્યો છે

અન્ય સમાચારો પણ છે...