• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Vadodara Live Total Number Of Positive Cases Reached 7698 The Death Toll Was 137 Total Of 5953 Patients Were Released From The Corona

કોરોના વડોદરા LIVE:આજે વધુ 120 પોઝિટિવ, વધુ 2 દર્દીના મોત, 101 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ7818, 6054 દર્કી રિકવર થયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં હાલ 1608 એક્ટિવ કેસ પૈકી 160 દર્દી ઓક્સિજન અને 54 દર્દી વેન્ટિલેટર ઉપર છે
  • ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા, કેસનો કુલ આંક 1433 થયો

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 120 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7818 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 139 થયો છે. વડોદરામાં આજે વધુ 101 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6054 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1625 એક્ટિવ કેસ પૈકી 161 દર્દી ઓક્સિજન ઉપર અને 65 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1399 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસો નોંધાયા
શહેરઃ
- અકોટા, સુભાનપુરા, એકતાનગર, કારેલીબાગ, સવાદ, નવાયાર્ડ, વડસર, સુદામાપુરી, તરસાલી, ગોરવા, સમા, રામદેવનગર, ગોકુલનગર, બાપોદ, શિયાબાગ, નવીધરતી, માંજલપુર
ગ્રામ્યઃ- સાવલી, કરજણ, ભાયલી, ડભોઇ, પાદરા, વાઘોડિયા, કરોડિયા, ડેસર, રણોલી, કોયલી, પોર
અન્યઃ- મહેસાણા

વડોદરામાં હાલ 4112 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 4112 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4102 લોકો હોમ ક્વોરન્ટીન, 7 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 3 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1945 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7698 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1320, પશ્ચિમ ઝોનમાં 1220, ઉત્તર ઝોનમાં 1971, દક્ષિણ ઝોનમાં 1535, વડોદરા ગ્રામ્યમાં 1736 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ભરૂચમાં આજે 19 પોઝિટિવ
ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 1433 ઉપર પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...