તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Corona Vadodara Live Total Number Of Corona Cases In Rajkot District Increased To 109, 143 More Samples Were Taken, 52 Were Negative, 91 Were Pending

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં કોરોનાથી વધુ એક મોત થતાં મૃત્યુઆંક 3 થયો, રાજકોટ ગ્રામ્યમાં વધુ 3 કેસ નોંધાયા, અમરેલી-પાલીતાણામાં એક-એક કેસ નોંધાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટમાં જંક્શન પ્લોટની રાજીવ આવાસ યોજનાનો વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર
  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી આજે 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

રાજકોટમાં કોરોનાના 53 વર્ષીય મુસ્તાક કાદરીનું કોરોના વાઈરસથી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત છે. આમ રાજકોટમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3 ઉપર પહોંચ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાઈરસના આજે વધુ 3 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 83 અને ગ્રામ્યના 30 મળી જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 113 ઉપર પહોંચ્યો છે. જ્યારે ભાવનગરમાં કોરોના વાઈરસના કુલ 119 કેસ નોંધાયેલા છે, જેમાંથી 8ના મોત અને ડિસ્ચાર્જનો આંક 99 પર પહોંચ્યો અને 12 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

ટાન્ઝાનિયાથી આવેલો મુસાફર મુંબઇ ક્વોરન્ટીન થવાને બદલે ફ્લાઇટમાં રાજકોટ પહોંચ્યો
મુંબઇથી રાજકોટ આવતી ફલાઇટમાં એક વિદેશી નાગરિક મુંબઇમાં 14 દિવસ ક્વોરન્ટાઇન થવાને બદલે રાજકોટની ફલાઇટમાં ચૂપચાપ આવી ગયો હતો, મુંબઇથી રાજકોટ ફલાઇટ ઉપડ્યા બાદ જાણ થતાં જ એરપોર્ટ સત્તાવાળાઓ અને સ્પાઇસ જેટના સત્તાવાળાઓએ તુરંત જ રાજકોટ એરપોર્ટને જાણ કરતા આ વિદેશી નાગરિક રાજકોટ એરપોર્ટ પર ઉતર્યો કે, તુરંત જ તેને ક્વોરન્ટીન કરી લેવાયો છે. આ અંગે મળતી વિગતો મુજબ ગઇ ગઇકાલે આફ્રિકાના ટાન્ઝાનિયાથી એક વિદેશી નાગરિક મુંબઇ પહોંચ્યો હતો, તેને ક્વોરન્ટીન 14 દિવસ મુંબઇમાં થવાનું હતુ, પરંતુ સત્તાવાળાઓની નજર ચૂકવીને તે એરપોર્ટની બહાર નીકળી ગયો. આ પછી તે રાજકોટની ફલાઇટની ટીકીટ ચૂપચાપ લઇ આજે સવારે રાજકોટની ફલાઇટમાં બેસી ગયો હતો.

પાલિતાણાના દુઘાળામાં એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદથી પાલિતાણાના દુઘાળા ગામે આવેલા વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજેશભાઇ ઠાક્યા(ઉ.45) અમદાવાદથી 15 મેના રોજ પાલિતાણાના દુઘાળા ગામે આવ્યા હતા. જેઓને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

અમરેલીમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો 

અમરેલી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કેસની કુલ સંખ્યા 9 ઉપર પહોંચી છે. 2 દર્દી કોરોના સામે જંગ જીતીને ઘરે ગયા છે. આજે કોરોના પોઝિટિવ આવેલા 39 વર્ષીય દર્દી 23 મેના રોજ બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ ક્વોરન્ટીન સેન્ટર ખાતે થોડા સમય માટે રાખવામાં આવ્યા હતા. તેઓ મૂળ કુંકાવાવના ભૂખલી-સાંથળીના વતની છે, તેઓને તાવ અને ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

2500 લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા

રાજકોટના જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજના (કિટીપરા)ને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયું છે. આશરે 304 આવાસને ક્વોરન્ટાઇન કર્યાં છે. 2500 લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. જ્યાં 40 પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. 4 ફિક્સ પોઇન્ટથી વિસ્તાર પર નજર રાખશે અને જરૂર પડ્યે ડ્રોન કેમેરા અને ધાબા પોઇન્ટની મદદથી પોલીસ નજર રાખશે. આ વિસ્તારને પતરાં મારીને સીલ કરાયો છે. નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ કીટીપરાની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...