તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વડોદરા LIVE:આજે વધુ 108 પોઝિટિવ, વધુ 181 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ 13,490, કુલ 11665 દર્દી રિકવર થયા

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 4019 સેમ્પલમાંથી 108 પોઝિટિવ અને 3911 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 108 પોઝિટવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 13,490 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 207 થયો છે. વડોદરામાં આજે વધુ 181 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,665 કો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1618 એક્ટિવ કેસ પૈકી 176 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 1401 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
વડસર, ગોકુલનગર, અકોટા, સુભાનપુરા, દિવાળીપુરા, છાણી, ફતેપુરા, વાઘોડિયા રોડ, ગોત્રી, નિઝામપુરા, ઓપી રોડ, ફતેગંજ, માંજલપુર, તરસાલી, ફતેપુરા, નવાયાર્ડ, દંતેશ્વર, તાંદલજા, સવાદ, સમા, કારેલીબાગ, આજવા રોડ, ગોરવા, મકરપુરા
ગ્રામ્યઃ ડભોઇ, વાઘોડિયા, દશરથ, ભાયલી, ઉંડેરા, સેવાસી, વેમાલી, પાદરા, પોર, કરજણ, શિનોર, કલાલી

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3618 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 13,490 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2082, પશ્ચિમ ઝોનમાં 2219, ઉત્તર ઝોનમાં 2957, દક્ષિણ ઝોનમાં 2578, વડોદરા ગ્રામ્યમાં 3618 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

કોરોનાને ધ્યાનમાં રાખીને પાલિકાના કર્મચારીઓએ આજે શપથ લીધા
વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાનમાં રાખીને પાલિકાના કર્મચારીઓએ આજે શપથ લીધા હતા. પોતે અન્ય વ્યક્તિથી 6 ફુટનું અંતર રાખવાની પ્રતિજ્ઞાના લેવામાં આવી હતી. આ વચ્ચે કેટલાક કર્મચારીઓએ પ્રતિજ્ઞામાં જણાવવામાં આવ્યા મુજબ સરકારી વિભાગ દ્વારા નિયમિત સેનિટાઇઝર તથા માસ્ક આપતા ન હોવાની ફરિયાદ વ્યક્ત કરી હતી. કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકો જાગૃત બને તે હેતુસર સરકાર વિવિધ કાર્યક્રમો હાથ ધરી રહી છે. જે અંતર્ગત આજે પાલિકાની વિવિધ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કામગીરી કરનાર સફાઈ સેવકોની નારાજગી
પ્રતિજ્ઞાના મુજબ દરેકે માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું, વારંવાર હાથ ધોવા તથા તેને ટાઇટ કરવા, સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવવા યોગ-વ્યાયામથી જીવનશૈલી સુધારવાની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા લેનારાઓએ સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો શેર કર્યાં હતા. પરંતુ આ મામલે કામ કરતા સફાઇ સેવકઓએ જણાવ્યું હતું કે, સરકાર એક તરફ જાગૃતિના કામ કરી રહી છે જ્યારે બીજી તરફ અમને અત્યાર સુધી માત્ર એક વખત તંત્ર તરફથી માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવ્યા છે, ત્યારપછી બીજીવાર આવી કોઇ મદદ તંત્ર તરફથી મળી નથી. જેથી ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કામગીરી કરનાર સફાઈ સેવકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો