તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Vadodara Live The Total Number Of Positive Cases Reached 16,842, The Death Toll Was 217, A Total Of 15,483 Patients Recovered.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 98 પોઝિટિવ, 105 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ16,940, મૃત્યુઆંક 217, કુલ 15,558 દર્દી રિકવર થયા

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 98 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 16,940 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 217 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 15,558 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1135 એક્ટિવ કેસ પૈકી 160 દર્દી ઓક્સિજન પર અને 56 દર્દી વેન્ટિલેટર પર છે અને 919 દર્દીની હાલત સ્થિર છે.

કોરોનાના રોજના કેસ 91થી વધીને 99 સુધી પહોંચ્યા
દિવાળીના તહેવારો પૂરા થતાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે. શહેરમાં રવિવારે જ્યાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા. જે ગુરુવારે વધીને 99 પર પહોંચી ગયા હતા. અમદાવાદની જેમ વડોદરામાં પણ સેકન્ડ વેવની શરૂઆતના એધાણ વર્તાઇ રહ્યાં છે. રવિવારથી ગુરુવાર સુધીના 5 દિવસમાં કુલ 477 કેસો નોંધાયા હતા. આશ્વાસનરૂપ બાબત એ છે કે, આ દિવસો દરમિયાન સારવાર લઇ રહેલા ધારાસભ્ય જીતુ સુખડિયા સહિત 508 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4984 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,842 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2535, પશ્ચિમ ઝોનમાં 2730, ઉત્તર ઝોનમાં 3481, દક્ષિણ ઝોનમાં 3076, વડોદરા ગ્રામ્યમાં 4984 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો