તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 97 પોઝિટિવ, વધુ 83 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ16,645, કુલ 15,231 દર્દી રિકવર થયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3129 સેમ્પલ પૈકી 97 પોઝિટિવ અને 3032 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 97 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક 16, 645 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 83 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 15,231 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1198 એક્ટિવ કેસ પૈકી 164 દર્દી ઓક્સિજન પર અને 62 દર્દી વેન્ટિલેટર પર છે અને 972 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4907 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,645 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2506, પશ્ચિમ ઝોનમાં 2700, ઉત્તર ઝોનમાં 3453, દક્ષિણ ઝોનમાં 3043, વડોદરા ગ્રામ્યમાં 4907 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ
ગોરવા, ગોકુલનગર, અકોટા, VIP રોડ, છાણી, સુભાનપુરા, ગોત્રી, મકરપુરા, નિઝામપુરા, શિયાબાગ, કારેલીબાગ, વડસર, તરસાલી, આજવા રોડ, કિશનવાડી, નવાયાર્ડ, ગાજરાવાડી
ગ્રામ્યઃ પાદરા, વાઘોડિયા, કરોડીયા, ડભોઇ, સાવલી, પોર, રણોલી, કરજણ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો