તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:વધુ 101 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 17,041 થઈ,મૃત્યુઆંક 217 અને ડિસ્ચાર્જનો આંક 15,686 પર પહોંચ્યો

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના 160 દર્દી ઓક્સિજન પર અને 56 દર્દી વેન્ટિલેટર પર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના વધુ 101 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 17041 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 217 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં વધુ 98 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને કુલ 15,686 પર પહોંચ્યો છે. વડોદરામાં હાલ 1138 એક્ટિવ કેસ પૈકી 166 દર્દી ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટિલેટર પર છે અને 911 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 5063 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 17,041 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2563, પશ્ચિમ ઝોનમાં 2761, ઉત્તર ઝોનમાં 3512, દક્ષિણ ઝોનમાં 3106, વડોદરા ગ્રામ્યમાં 5063 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

કોરોનાના પ્રોટોકોલ હેઠળ મૃતકની અંતિમવિધિ
શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 83 વર્ષીય અમદાવાદના રાજસ્થાની વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલે મોડી રાત્રે મરણ થયું હતું. શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં એક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. પાલિકાનું તંત્ર હાલ દર્દીઓની સંખ્યા 110થી ઓછી હોવાનું પોતાના મેડીકલ બુલેટિનમાં બતાવી રહ્યું છે પરંતુ એવું કહેવાય છે કે, સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે અને હકીકત કંઈક અલગ જ છે. આ દરમિયાન અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી કેડીલા લેબ સામેના અશોક ટેનામેન્ટમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધને વડોદરા ખાતે શરદી ખાંસી તાવ જેવી બીમારી જણાતા તાત્કાલિક તેમને વડોદરાની ગેંડા સર્કલ નજીકની એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે રાત્રે દર્દીનું મરણ થયું હતું. કોરોનાના પ્રોટોકોલ હેઠળ તેઓની અંતિમવિધિ કાઢવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો