તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Vadodara Live Relief News Out Of The Samples Taken In The Last 1 Month, Only 4 Per Cent Samples Were Positive And 96 Per Cent Were Negative

કોરોના વડોદરા LIVE:આજે રેકોર્ડ બ્રેક 131 પોઝિટિવ, વધુ 4 દર્દીના મોત, 107 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ10,292 થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે રેકોર્ડ બ્રેક 131 કેસ નોંધાયા છે આમ પોઝિટિવ કેસનો કુલ આંક 10,291 ઉપર પહોંચ્યો છે અને વધુ 2 મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 171 થયો છે. વડોદરામાં આજે વધુ 107 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 8729 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1392 એક્ટિવ કેસ પૈકી 158 દર્દી ઓક્સિજન ઉપર અને 61 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1173 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરામાં આજે વધુ 4 દર્દીના મૃત્યુ
વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મૃત્યુ થયા છે. સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમામે તમામ દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી છે.

સયાજી હોસ્પિટલમાં વધુ 35 અદ્યતન વેન્ટિલેટર સ્થાપિત કરવામાં આવશેઃ ડો.વિનોદ રાવ
કોવિડની સારવાર માટે ICU બેડ માટે 61 મલ્ટી પેરા મોનીટર આપવામાં આવ્યા છે. જી.એમ.એસ.સી.એલ દ્વારા દર્દીની સારવારને વધુ અસરકારક બનાવતા ઉપકરણો પુરા પાડવામાં આવ્યાં છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આજે મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખીને સયાજી હોસ્પિટલમાં બેઠક યોજી હતી અને પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. વિનોદ રાવે જણાવ્યું હતું કે શનિવારે સયાજી હોસ્પિટલની સારવાર સુવિધા ખાતે વધુ 35 અદ્યતન વેન્ટિલેટર સ્થાપિત કરી દેવામાં આવશે. હાલમાં અત્રે 65 વેન્ટિલેટર છે, જે પૈકી 41 દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં છે અને 24 ખાલી(ઉપલબ્ધ) છે. નવા 35 વેન્ટિલેટર સ્થાપિત થતાં અત્રે 100 અદ્યતન વેન્ટિલેટર ઉપલબ્ધ થઇ જશે. દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ 550 બેડની સામે હાલમાં 221 બેડ ખાલી છે. સયાજી હોસ્પિટલમાં માનવ સંપદા અને સેવાઓ વિષયક બાબતોનું નિરાકરણ આણવામાં આવ્યું છે.

10 દિવસમાં ગોત્રી હોસ્પિટલમાં 10.6 ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી ઓક્સિજનની ટાંકી કાર્યરત કરાઇ
કોરોનાની સારવારમાં ઓકિસજનનું નિર્ણાયક મહત્વ છે. તેને અનુલક્ષીને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ માત્ર 10 દિવસના ટૂંકા અને વિક્રમ સમાન સમયગાળામાં 10.67 ટન/13 હજાર લિટર સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી પ્રસ્થાપિત અને કાર્યરત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ કામગીરી કરતા 30થી 45 દિવસનો સમયગાળો લાગી શકે છે. ડો. વિનોદ રાવે આ લિક્વિડ ઓકિસજન ટેન્ક કાર્યરત થવાથી ગોત્રી હોસ્પિટલ ખાતે તેના વિષયક મુશ્કેલીઓનું કાયમી નિવારણ થવાનો સંતોષ વ્યક્ત કર્યો છે.

ગોત્રી હોસ્પિટલમાં બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી
તેમણે ગોત્રી હોસ્પિટલ ખાતે બેઠક યોજીને પ્રવર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. આ હોસ્પિટલ ખાતે હાલમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉપલબ્ધ છે, જે પૈકી 65નો ઉપયોગ દર્દીઓ માટે કરવામાં આવી રહ્યો છે અને 35 વેન્ટિલેટર ઉપલબ્ધ(ખાલી) છે. અહીં 575 કોવિડ બેડ્સ ની વ્યવસ્થા છે, જે પૈકી હાલમાં 335 પર દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 240 પથારીઓ ખાલી છે.અત્રેના માનવ સંપદા અને સેવાઓને લગતા મોટાભાગના પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે.

વડોદરાના આ વિસ્તારોમાં ગુરૂવારે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ સોમા તળાવ, માંડવી, મકરપુરા, વારસીયા રીંગ રોડ, માણેજા, સમા, વાઘોડિયા રોડ, આજવા રોડ, તાંદલજા, સુભાનપુરા, દિવાળીપુરા, વડસર, ગોત્રી, VIP રોડ, એકતાનગર, માંજલપુર, અટલાદરા, ગોરવા, કારેલીબાગ, અકોટા, દંતેશ્વર, છાણી
ગ્રામ્યઃ પાદરા, કરજણ, ડભોઇ, વાઘોડીયા, ડેસર, બીલ, ઉંડેરા, સેવાસી, શિનોર, સાવલી

એક મહિનામાં લેવાયેલા 80,843 સેમ્પલમાંથી માત્ર 3732 સેમ્પલ જ કોરોના પોઝિટિવ આવ્યા
વડોદરા શહેર અને જિલ્લા માટે રાહતના સમાચાર છે. વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનામાં લેવાયેલા 80,843 સેમ્પલમાંથી માત્ર 3732 સેમ્પલ જ કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે બાકીના 77,111 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આમ 4.61 ટકા સેમ્પલ જ પોઝિટવ અને 95.39 ટકા નેગેટિવ આવ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી વડોદરા શહેરમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. જોકે સેમ્પલ વધાર્યા તેની સામે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં નહીવત વધારો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો