તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:કોરોનાએ વ્યાપ વિસ્તાર્યોઃ 29 નવા કેસ, વધુ એકના મોત સાથે મૃત્યુઆંક 32 થયો અને કુલ કેસની સંખ્યા 580

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રિનિંગની કામગીરી - Divya Bhaskar
આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રિનિંગની કામગીરી
  • સોમવારે હાથીખાના, નવાયાર્ડમાં કોરોનાની એન્ટ્રી, જિલ્લાના વેમારમાં પણ કેસ
  • 2 દિવસમાં 22 વૃદ્ધો સંક્રમણમાં ફસાયા છે જે કુલ પોઝિટિવ કેસના 44% છે
  • વડોદરામાં વધુ 7 દર્દી આજે કોરોના મુક્ત થતાં અત્યાર સુધીમાં કુલ 298 દર્દીઓ સાજા થયા

સોમવારે કોરોનાના વધુ 29 પોઝિટિવ કેસો ઉમેરાતા કોરોના સંક્રમિત વ્યક્તિઓના આંક 580 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોના મહામારી શહેરમાં પ્રવેશી ત્યારથી સતત બીજા દિવસે પણ સંક્રમિત વ્યક્તિઓમાં વૃદ્ધો સૌથી વધુ હતા. રવિવારે 10 અને સોમવારે બીજા 12 વૃદ્ધોને મળીને છેલ્લા બે દિવસમાં જ કુલ 50 કેસમાંથી 22 કેસ એટલે કે 44% દર્દીઓની ઉમર 60 કે તેથી વધુ વર્ષની હતી. ઓડિટ રિપોર્ટ બાદ વધુ એકનું આજે મોત જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સત્તાવાર મૃત્યુઆંક 32 થયો છે. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારના 65 વર્ષના અમિરશા દિવાનનું 5 દિવસ પહેલા મૃત્યુ થયું હતું. જેમના મોતની આજે પાલિકાએ જાહેરાત કરી છે.

બંનેનો સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો
આ ઉપરાંત સોમવારે શહેરના જુદા જુદા 19 વિસ્તારોમાંથી કોરોનાના કેસો મળી આવ્યાં છે તે પણ હજી સુધીના સૌથી વધુ વિસ્તારો છે. હવે કોરોના 5થી 10 વિસ્તારો પૂરતો મર્યાદિત રહ્યો નથી. શહેરભરમાંથી કેસો મળવાની શરૂઆત થઇ ગઇ છે. શહેરના હાથીખાના વિસ્તાર અને નવાયાર્ડ વિસ્તારમાંથી કોરોનાના પહેલા કેસો મળી આવ્યાં છે. આજની યાદીમાં એક કેસ વેમારનો છે. એટલે શહેર વિસ્તારમાંથી 27 કેસો મળી આવ્યા છે. શહેરના નવાયાર્ડ વિસ્તારના પોઝિટિવ ભાવના પરમાર ભાઇલાલ અમીન હોસ્પિટલમાં નોકરી કરે છે. જ્યારે વાડી વિસ્તારના ફડનીસ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય બોરાતકર પણ આ જ હોસ્પિટલમાં છે. આ બંનેનો સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

5ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં
વિજયભાઇની પુત્રી વૈભવીને પણ કોરોના સંક્રમણ લાગ્યું છે. આ ઉપરાંત વાઘોડિયા રોડના ચાગલાની કુટુંબમાં રવિવારે પિતા રાજુભાઇ અને પુત્ર કલ્પેશનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડો. રાજુ ચાગલાનીના પત્ની સુષ્માબેનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પટેલ પાર્ક પાણીગેટમાં રહેતા જ્યોતિ-મનોહર રૂનાણી અને ભાયલીના એમરાલ્ડ ફ્લેટમાં ગઇકાલે સંક્રમિત વ્યક્તિ જાહેર થયા બાદ આજે ફરી એક પટેલ પરિવારના બે સભ્યોમાં પણ કોરોના ચેપ ફેલાયેલો હોવાનું પૂરવાર થયું હતું. શહેરમાં હાલમાં કોરોનાની કુલ 250 લોકો સારવાર લઇ રહ્યાં છે. જે પૈકી 236ની હાલત સ્થિર છે. જ્યારે 5ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. 
કયા વિસ્તારમાંથી કેટલા કેસો મળ્યાં 
આજવા રોડમાંથી- 3, યાકુતપુરામાંથી- 2, પાણીગેટમાંથી- 3, શિયાપુરામાંથી- 3, ભાયલીમાંથી- 2, વાડીમાંથી- 2, આ સિવાય સમા, રાવપુરા, નાગરવાડા, બરાનપુરા, હાથીખાના, પ્રતાપનગર, ગોરવા, ડભોઇ રોડ, રાજમહેલ રોડ, ચોખંડી, નવાયાર્ડ અને વાઘોડિયા રોડ જેવા 12 વિસ્તારમાંથી એક એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો.
હવે ઓડિટ રિપોર્ટ બાદ જ મૃત્યુની જાહેરાત થાય છે
સરકારે બનાવેલા નવા નિયમ મુજબ કોરોના વાઈરસના દર્દીના મૃત્યુ બાદ ઓડિટ કરવામાં આવશે. અને ઓડિટ થયા બાદ જ દર્દીના મોતની જાહેરાત કરવામાં આવશે. જેને કારણે બિન સત્તાવાર રીતે 34 જેટલા મોત થયા હોવા છતાં પાલિકાએ હજી કોરોનાથી મૃત્યુઆંક 32 જ રાખ્યો છે.
વડોદરામાં વધુ 7 દર્દી કોરોના મુક્ત થયા
વડોદરા શહેરમાં આજે વધુ 7 લોકો કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી વડોદરામાં કુલ 298 લોકો કોરોના મુક્ત થયા છે.
વડોદરામાં હવે માત્ર 229 દર્દીઓ સારવાર હેઠળ છે
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનાં આંકડા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 551 ઉપર પહોંચી ગઇ છે. જેમાંથી 298 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે અને સત્તાવાર રીતે 32 લોકોના મોત થયા છે. એટલે કે અત્યારે હવે માત્ર 221 જ એક્ટિવ દર્દીઓ રહ્યા છે. 
વડોદરામાં કોરોનાના વાઈરસના આજે નોંધાયેલા પોઝિટિવ દર્દીઓના નામની યાદી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો