કોરોના વડોદરા LIVE:કોગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને તેમનો પુત્ર કોરોના સંક્રમિત, શહેરમાં રેકોર્ડ બ્રેક 122 પોઝિટિવ, 100 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ7698, ભરૂચમાં કુલ કેસનો આંક 1400ને પાર

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2376 સેમ્પલમાંથી 122 પોઝિટિવ અને 2254 નેગેટિવ આવ્યા

વડોદરા શહેર કોગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને તેમનો પુત્ર કોરોના સંક્રમિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા નરેન્દ્ર રાવતના પત્ની અમી રાવત પણ કોરોના સંક્રમિત થયા હતા. અમી રાવત કોંગ્રેસના કોર્પોરેટર પણ છે. મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના આજે અત્યાર સુધીના સૌથી વધુ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7698 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ એક દર્દીનું મોત થતાં સત્તાવાર મૃત્યુઆંક 137 થયો છે. વડોદરામાં આજે 100 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 5953 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1608 એક્ટિવ કેસ પૈકી 160 દર્દી ઓક્સિજન ઉપર અને 54 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1394 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસો નોંધાયા
શહેરઃ-રાજમહેલ રોડ, વારસીયા, અકોટા, છાણી, નિઝામપુરા, પાણીગેટ, હરણી રોડ, સુભાનપુરા, જેતલપુર, ગોકુલનગર, કપુરાઇ, વડસર, નવાયાર્ડ, સમા, અટલાદરા, સુદામાપુરી, ગોરવા, સંવાદ, તાંદલજા, યુમના મીલ
ગ્રામ્યઃ- પાદરા, ડભોઇ, કરજણ, શિનોર, બીલ, નંદેસરી, ખટંબા, કેલનપુર, ધનિયાવી, સાવલી
અન્યઃ- પંચમહાલ

વડોદરામાં આજે વધુ એક દર્દીનું મોત
વડોદરા શહેરના ડભોઇ રોડ પર રહેતા 56 વર્ષીય વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તેમન અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડોદરામાં હાલ 3899 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3899 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3889 લોકો હોમ ક્વોરન્ટીન, 7 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 3 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1945 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7698 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1303, પશ્ચિમ ઝોનમાં 1201, ઉત્તર ઝોનમાં 1945, દક્ષિણ ઝોનમાં 1513, વડોદરા ગ્રામ્યમાં 1701 અને 35 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ભરૂચમાં આજે વધુ 18 કેસ
ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 1414 ઉપર પહોંચ્યો છે.

ભરૂચમાં કોરોનાના કેસની ઝડપ
8 એપ્રિલ01 પોઝિટિવ
16 જૂન100 પોઝિટિવ
27 જૂન200 પોઝિટિવ
5 જુલાઈ300 પોઝિટિવ
9 જુલાઈ400 પોઝિટિવ
14 જુલાઈ500 પોઝિટિવ
17 જુલાઈ600 પોઝિટિવ
22 જુલાઈ700 પોઝિટિવ
26 જુલાઈ800 પોઝિટિવ
30 જુલાઈ900 પોઝિટિવ
4 ઓગસ્ટ1000 પોઝિટિવ
11 ઓગસ્ટ1100 પોઝિટિવ
17 ઓગસ્ટ1200 પોઝિટિવ
23 ઓગસ્ટ1300 પોઝિટિવ
28 ઓગસ્ટ1400 પોઝિટિવ
અન્ય સમાચારો પણ છે...