કોરોના વડોદરા LIVE:વધુ 120 પોઝિટિવ સાથે કોરોના કેસનો આંક 10 હજારને પાર, 134 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ10,018 થયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના મુખ્ય સચિવ સાથે કલેક્ટરની બેઠક - Divya Bhaskar
રાજ્યના મુખ્ય સચિવ સાથે કલેક્ટરની બેઠક
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3926 સેમ્પલમાંથી 120 પોઝિટિવ અને 3806 નેગેટિવ આવ્યા
  • વડોદરા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર કોરોના સંક્રમિત થયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 120 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ વડોદરામાં પોઝિટિવ કેસ 10 હજારને પાર થઇને કુલ આંક 10,038 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 166 થયો છે. વડોદરામાં આજે વધુ 134 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8503 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1369 એક્ટિવ કેસ પૈકી 152 દર્દી ઓક્સિજન ઉપર અને 60 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1157 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ ફતેપુરા, નવાપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, દંતેશ્વર, સમા, માણેજા, તરસાલી, માંજલપુર, યમુનામીલ, ગાજરાવાડી, ગોરવા, સુભાનપુરા, અટલાદરા, ગોત્રી, અકોટા, જેતલપુર, છાણી, ગોકુલનગર, કપુરાઇ, વારસીયા, ગાજરાવાડી, સવાદ
ગ્રામ્યઃ પીપળીયા, ડેસર, ડભોઇ, વેમાલી, ભાયલી, ઉંડેરા, કરજણ, સાવલી, પાદરા, શિનોર

વડોદરામાં આજે વધુ 5 દર્દીના મોત
વડોદરા શહેરમાં કોરોના વાઇરસની સારવાર દરમિયાન આજે વધુ 5 દર્દીના મોત થયા છે. જેમાં માંજલપુરના 60 વર્ષના વૃદ્ધ, વાઘોડિયાના 55 મહિલા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 2 કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત 5 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના એક કાર્યપાલક ઇજનેર પણ કોરોના સંક્રમિત થયા છે.

મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સ કરી, શહેર-જિલ્લામાં કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરી
રાજ્યના મુખ્ય સચિવ અનિલકુમાર મુકીમે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. મુખ્ય સચિવે વડોદરા શહેર જિલ્લામાં કોવિડની પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી તથા વધુ અસરકારક વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટરને તેમને સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવારની સુવિધાઓને વધુ વ્યાપક બનાવવા તાજેતરમાં જ વિવિધ સ્પેશિયાલિટી ધરાવતા 32 તજજ્ઞ તબીબોની નિમણૂંક તથા નર્સિંગ સહાયકોની ભરતી સહિતની બાબતોની જાણકારી આપી હતી.

કલેક્ટરે વડોદરા શહેર, વરણામા, કરજણ અને સાવલીમાં કાર્યક્રમ આયોજનની વિગતો આપી
મુખ્ય સચિવે ગુરૂવારના રોજ જિલ્લામાં કિસાન કલ્યાણના સાત પગલા અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના પ્રારંભ નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. વડોદરા જિલ્લા કલેક્ટરે ગુરૂવારે વડોદરા શહેર, વરણામા, કરજણ અને સાવલીમાં કાર્યક્રમ આયોજનની વિગતો આપી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડી.આર.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.બી.ચૌધરી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2374 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9918 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1627, પશ્ચિમ ઝોનમાં 1622, ઉત્તર ઝોનમાં 2374, દક્ષિણ ઝોનમાં 1958, વડોદરા ગ્રામ્યમાં 2421 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3828 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3828 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3816 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 6 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરામાં 64,159 લોકો રેડ ઝોનમાં
વડોદરા શહેરમાં અત્યારે 16,733 ઘરમાં 64,159 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 34,657 ઘરમાં 1,15,816 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 37,811 ઘરમાં 1,38,323 લોકો યલો ઝોનમાં છે.

અન્ય સમાચારો પણ છે...