કોરોના વડોદરા LIVE:વડોદરામાં કોરોનાના વધુ 29 પોઝિટિવ સાથે કુલ કેસ 933 થયા, મહીસાગરમાં 18 પોઝિટિવ સાથે કેસની સંખ્યા 112 થઇ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંતરામપુરામાં 6 બાલાસિનોરમાં 5, ખાનપુરમાં 3, વીરપુરમાં 2 અને લુણાવાડામાં એક કેસ નોંધાયો
  • કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારોને સીલ કર્યાં, લોકડાઉનમાં છૂટછાટો પણ બંધ કરાવી
  • વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 42 ઉપર પહોંચ્યો

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 933 ઉપર પહોંચી ગઇ છે. આજે સત્તાવાર એક પણ મોત જાહેર કરાયુ નથી. જ્યારે આજે વધુ 11 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 530 દર્દી કોરોના મુક્ત થયા છે.
મહીસાગરમાં કોરોના વાઈરસના વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં આજે એકસાથે કોરોના વાઈરસના 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સંતરામપુરામાં 6 બાલાસિનોરમાં 5, ખાનપુરમાં 3, વીરપુરમાં 2 અને લુણાવાડામાં એક કેસ નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 112 ઉપર પહોંચી છે
કોરોનાના કેસો વધતા 90થી વધારીને 120 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા
વડોદરામાં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં થયો વધારો છે. વડોદરામાં 90થી વધારીને 120 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારોને સીલ કર્યાં છે અને લોકડાઉનમાં છૂટછાટો પણ બંધ કરાવી છે.

વડોદરામાં કોરોના વાઈરસના આજે નોંધાયેલા 29 દર્દીઓના નામની યાદી

વડોદરામાં આજે કોરોના મુક્ત થયેલા 11 દર્દીઓના નામની યાદી

અન્ય સમાચારો પણ છે...