કોરોના વડોદરા LIVE / વધુ 18 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 791 ઉપર પહોંચી, વધુ 5 કોરોના મુક્ત થતાં કુલ 477 દર્દી સાજા થયા

વડોદરા એરપોર્ટ શરૂ થયા પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની તૈયારી
વડોદરા એરપોર્ટ શરૂ થયા પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની તૈયારી
X
વડોદરા એરપોર્ટ શરૂ થયા પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની તૈયારીવડોદરા એરપોર્ટ શરૂ થયા પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની તૈયારી

  • વડોદરામાં 129 સેમ્પલમાંથી 18 દર્દીના રિપોર્ટ પોઝિટિવ અને 111 નેગેટિવ આવ્યા

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 05:42 PM IST

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા 791 ઉપર પહોંચી છે. અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 38 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ 5 દર્દી કોરોના મુક્ત થતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા 477 થઇ છે. હાલ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર કુલ 279 લોકો સારવાર હેઠળ છે. જે પૈકી 11 દર્દીઓ એક્સિજન ઉપર છે અને 6 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. 
129 સેમ્પલમાંથી 18 દર્દીના રિપોર્ટ પોઝિટિવ અને 111 નેગેટિવ આવ્યા
વડોદરા શહેર અને જિલ્લામાં 21 મેના રોજ સાંજે 5 વાગ્યાથી લઇને આજે 22 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીના 129 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે  પૈકી 18 દર્દીના રિપોર્ટ પોઝિટિવ અને 111 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે
વડોદરામાં 1402 લોકો ક્વોરન્ટીન હેઠળ છે
કોરોના વાઈરસના હાહાકારને પગલે આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં અત્યારે 1402 લોકોને ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં 1379 લોકો હોમ ક્વોન્ટીન છે અને 23 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે. 

વડોદરામાં કોરોના વાઈરસના આજે નોંધાયેલા 18 દર્દીઓના નામની યાદી

વડોદરામાં આજે કોરોના મુક્ત થયેલા 5 દર્દીઓના નામની યાદી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી