કોરોના વડોદરા LIVE / એક જ દિવસમાં પોલીસકર્મી સહિત 34 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 825 થઇ, એકનું મોત, વધુ 15 દર્દી ડિસ્ચાર્જ કરાતા કુલ 492 સાજા થયા

Corona Vadodara Live Average of 12 cases were reported daily in 65 day in vadodara
X
Corona Vadodara Live Average of 12 cases were reported daily in 65 day in vadodara

  • વડોદરા ક્રાઇમ બ્રાંચના હરણી યુનિટમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશભાઇ રાઠવાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • વડોદરામાં 167 સેમ્પલમાંથી 34 પોઝિટિવ અને 133 સેમ્પલ નેગેટિવ આવ્યા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 09:30 PM IST

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજે વધુ 34 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાંચના હરણી યુનિટમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશભાઇ રાઠવા(ઉ.49)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ 825 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરના રાજમહેલ રોડ જૂની કાછીયાવાડમાં રહેતા 78 વર્ષના વૃદ્ધ વાસુદેવ પટેલનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. સયાજી હોસ્પિટલમાં તેમની કોરોના વાઈરસની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન તેમનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઇ ગઇ છે. અત્યાર સુધીમાં વડોદરામાં સત્તાવાર મૃત્યુઆંક 38 ઉપર પહોંચ્યો છે.
સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન ન થતાં 8 વેપારીઓને દંડ ફટકારાયો 
વડોદરાના સૌથી મોટા અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન ન થતાં 8 વેપારીઓને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ વડોદરા APMC દ્વારા ફટકારવામાં આવ્યો છે. સાથે જ  
હાથીખાનામાં 31મી મે સુધી જાહેર જનતા માટે પ્રવેશબંધી પણ કરાઈ. જેથી હવે હાથીખાનામાં માત્ર  પ્રોવિઝન સ્ટોર્સ અને જથ્થાબંધ વેપારીઓને જ પ્રવેશ આપવામાં આવશે.  
આજે વધુ 15 દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા
વડોદરા શહેરમાં આજે વધુ 15 દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 492 થઇ છે. હાલ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર કુલ 295 લોકો સારવાર હેઠળ છે. જે પૈકી 11 દર્દીઓ એક્સિજન ઉપર છે અને 7 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. 
વડોદરામાં કોરોના વાઈરસના નોંધાયેલા 34 દર્દીઓના નામની યાદી

વડોદરામાં કોરોના મુક્ત થયેલા 15 દર્દીઓના નામની યાદી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી