તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:કોરોનાના વધુ 18 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 625 થઇ, આજે 44 દર્દી કોરોના મુક્ત થતાં 57 ટકા દર્દી સાજા થયા

વડોદરા10 મહિનો પહેલા
 • તરસાલીના વિસ્તારમાં સુપર સ્પ્રેડર જયેશભાઇ મંગલભાઇ વણતરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
 • વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાઈરસથી 65 વર્ષના વૃદ્ધનું મોત
 • વડોદરા 11 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકાયા

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજે વધુ 18 કેસ નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 625 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે 44 દર્દી કોરોના મુક્ત થયા છે. આમ અત્યાર સુધી 355 દર્દી સાજા થઇને ઘરે પહોંચી ચુક્યા છે. વડોદરામાં 57 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
ગોત્રી હોસ્પિટલમાં કોરોનાથી 65 વર્ષના વૃદ્ધનું મોત
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાથી 65 વર્ષના ફતેમોહમ્મદ ગુલામમોહમ્મદ શેખ (રહે, બાવામાનપુરા, પાણીગેટ)નું કોરોના વાઈરસથી મોત થયું છે. 4 દિવસ પહેલા તેમને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું મૃત્યુ થતાં માતરીયા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સત્તાવાર રીતે કોરોના વાઈરસની સારવાર દરમિયાન 32 લોકોના મોત થયા છે. જોકે આજે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જેનું ઓડિટ કર્યાં બાદ આરોગ્ય વિભાગ તેના મૃત્યુની જાહેરાત કરશે.
કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 625 ઉપર પહોંચી
વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 625 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં અત્યારે 60 હજાર લોકો રેડ ઝોનમાં છે. તેઓ ઘરની બહાર નીકળી પણ શકતા નથી. આ ઉપરાંત 67 હજાર લોકો ઓરેન્જ ઝોનમાં છે.

વડોદરાના આ વિસ્તારો રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકાયા
14 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન આ વિસ્તારોમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા પાલિકા દ્વારા રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા 
-ક્રિષ્ણા પાર્ક, પ્રભાતનગર ચાર રસ્તા, વાઘોડિયા
-બન્યાન સિટી ડુપ્લેક્ષ, સયાજીપુરા
-ચાંમુડાનગર, આજવા રોડ
-સૌદા ફળિયા, યાકુતપુરા
-ગુલસન એપાર્ટમેન્ટ, યાકુતપુરા
-અલકરીમ ડુપ્લેક્ષ, તાંદલજા
-સત્યમ ફ્લેટ્સ, આનંદનગર, કારેલીબાગ
-અપેક્ષા એન્ડ આશીષપાર્ક સોસાયટી, કારેલીબાગ
-કાછીયાપોળ, રાવપુરા
-રોહિતવાસ, નવીધરતી
-શક્તિ ફ્લેટ, ગોયાગેટ, પ્રતાપનગર

વડોદરામાં આજે નોંધાયેલા કોરોના મુક્ત થયેલા 44 દર્દીઓના નામની યાદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો