• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • Corona Vadodara LIve 58 thousand people are still in red zone, more than 16 thousand super spreaders were screened

કોરોના વડોદરા LIVE / વધુ 30 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 852 પર પહોંચી, વધુ 7ને ડિસ્ચાર્જ કરાતા 499 લોકો કોરોના મુક્ત થયા: 3 મોત

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • શહેરના બરાનપુરા અને પાણીગેટ વિસ્તારમાં કોરોનાના 4-4 પોઝિટિવ કેસ જોવા મળ્યા
  • તબીબ ઉપરાંત શિક્ષિકા, જ્વેલર, શાકભાજીના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ, 1નું શંકાસ્પદ મોત
  • 24 કલાકમાં લેવાયેલા 145 સેમ્પલમાંથી 30 દર્દીના રિપોર્ટ પોઝિટિવ અને 115 રિપોર્ટ નેગેટિવ આવ્યા
  • વડોદરાના 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા

દિવ્ય ભાસ્કર

May 25, 2020, 06:01 AM IST

વડોદરા. રવિવારે કોરોનાની સારવાર લઇ રહેલા 3 દર્દીનાં મોત થયાં હતાં. જ્યારે 15 વિસ્તારોમાં વધુ 30 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 852 થઈ હતી. બરાનપુરા અને પાણીગેટમાં કોરોનાના 4-4 નવા પોઝિટિવ કેસો ઉમેરાયા છે. એક તબીબનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાણીગેટમાં જમીન-મિલકતોની લે-વેચ કરતા અને આયુર્વેદિક 3 રસ્તા પાસેના રહેમાની પાર્કમાં રહેતા હનીફભાઇ મન્સુરી (ઉવ. 59) હાઇ ડાયાબિટીસથી પીડાતા હતા. તેમની તબિયત 10 દિવસ અગાઉ બગડતાં ગોત્રી ખાતે ખસેડાયા હતા અને 21મીએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સત્તાવાર મૃત્યુઆંક 38 થયો છે. જોકે બિનસત્તાવાર રીતે વડોદરામાં મૃત્યુઆંક 60 ઉપર પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વધુ 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવતા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 499 લોકો કોરોના મુક્ત થયા છે.
શાકના વેપારી વાસુદેવ પટેલ પણ કોરોનાગ્રસ્ત
તેમના ભાઇ અશરફ મન્સુરીએ જણાવ્યું કે, તેમની સારવારમાં સુધારો આવી રહ્યો હતો. તબીબોએ 8 વાગ્યાના સુમારે તેમને આજવા રોડ સેન્ટરમાં શિફ્ટ કરવાની વાત કરી હતી પણ રાત્રે 1.30 કલાકે તેઓ મૃત્યુ પામ્યા છે, તેવો સંદેશો આવતાં પરિવાર સ્તબ્ધ થયો હતો. ઉપરાંત મોગલવાડા, પાણીગેટમાં રહેતાં 65 વર્ષીય મોહસિનાબેન સિંધીનો રિપોર્ટ બે દિવસ અગાઉ પોઝિટિવ આવ્યો હતો. તેમનું ગોત્રીમાં મૃત્યુ થયુ હતું. ઉપરાંત વાડી સ્વામીનારાયણ મંદિર પાસે રહેતાં કોરોના પોઝિટિવ 81 વર્ષિય ફાતિમાબેન રહીમભાઈ લુકમાનનું મોત થયું હતું. જ્યારે ન્યાય મંદિર હનુમાન ફળિયામાં રહેતા 72 વર્ષિય કનુભાઈ પરષોત્તમ રાણાનું શંકાસ્પદ મોત થયું હતું. બીજી તરફ ઘડિયાળી પોળના અલ્પેશ સોનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેમના જ્વેલર પુત્ર પંતેશનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બરાનપુરાનાં વિશાલ અને તેમની શિક્ષિકા પત્ની ડિમ્પલ હાંડેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. રાજમહેલ રોડના શાકના વેપારી વાસુદેવ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા હતા.
વડોદરામાં અત્યારે 57,711 લોકો રેડ ઝોનમાં છે 
વડોદરામાં અત્યારે 1447 લોકો ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 1424 લોકોને હોમ ક્વોરન્ટીન અને 23 લોકોને પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરાયા છે. સરકારી ફેસિલિટીમાં અત્યારે એક પણ વ્યક્તિ ક્વોરન્ટીન હેઠળ નથી. વડોદરામાં અત્યારે 57,711 લોકો રેડ ઝોનમાં છે અને 69,373 લોકો ઓરેન્જ ઝોનમાં છે. છેલ્લા 17 દિવસમાં 16,501 સંભવિત સુપર સ્પ્રેડરના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે.વડોદરા શહેરમાં કોરોના વાઈરસના આજે નોંધાયેલા 30 દર્દીઓના નામની યાદી

વડોદરા શહેરમાં કોરોના મુક્ત થયેલા 7 દર્દીઓના નામની યાદી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી