કોરોના વડોદરા LIVE:આજે નવા 125 પોઝિટિવ, વધુ 109 દર્દી ડિસ્ચાર્જ, વધુ 2 દર્દીના મોત, કુલ કેસઃ 11,192 થયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 4381 સેમ્પલમાંથી 125 પોઝિટિવ અને 4256 નેગેટિવ આવ્યા
  • વડોદરામાં મહામારીના 6 મહિનામાં 559 બાળકો સંક્રમિત, માત્ર એક જ બાળકનું મૃત્યુ
  • અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓના માત્ર 5 ટકા બાળકો જ સંક્રમિત થયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 125 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 11,192 ઉપર પહોંચ્યો છે. આજે વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 188 થયો છે. વડોદરામાં આજે વધુ 109 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 9449 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1555 એક્ટિવ કેસ પૈકી 179 દર્દી ઓક્સિજન ઉપર અને 78 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1298 દર્દીની હાલત સ્થિર છે.

અગાઉના સપ્તાહની સરખામણીમાં સયાજી-ગોત્રી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી અને ગોત્રી હોસ્પિટલોમાં સંબંધિત અઘિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ સારવારને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં સયાજી હોસ્પિટલમાં 281 અને ગોત્રી હોસ્પિટલમાં 274 કોવિડ પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. બંને હોસ્પિટલોમાં અગાઉના અઠવાડિયાની સરખામણીમાં વર્તમાન સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ દવાખાનાઓમાં માનવ સંપદા, ઓક્સિજન, ઉપકરણો અને દવાઓને લગતી બાબતોનું નિરાકરણ આણવામાં આવ્યું છે. 108ની જેઓ સેવાઓ લે છે, તેવા શંકાસ્પદ કોવિડ દર્દીઓની સંખ્યામાં સ્થિરતા આવવાની સાથે આ સપ્તાહમાં પ્રમાણમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ આજવા રોડ, માંજલપુર, તાંદલજા, છાણી, VIP રોડ, સુભાનપુરા, ગોત્રી, ફતેપુરા, નાગરવાડા, વાસણા રોડ, અકોટા, પાણીગેટ, ગોરવા, અટલાદરા, તરસાલી, મકરપુરા, વડસર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, દંતેશ્વર, સમા, વારસીયા રોડ, નવાપુરા
ગ્રામ્યઃ રણોલી, સેવાસી, કરોડીયા, કોયલી રોડ, વેમાલી, ડભોઇ, પોર, ભાયલી, શિનોર, પાદરા, કરજણ, વાઘોડિયા, સાવલી, ઉંડેરા, બીલ

અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓના માત્ર 5 ટકા બાળકો જ સંક્રમિત થયા
વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 11,192 ઉપર પહોંચી ગયો છે અને સત્તાવાર 188 લોકોના મૃત્યુ થયાં છે. જોકે વડોદરામાં અત્યાર સુધીમાં માત્ર 559 બાળકો જ કોરોના સંક્રમિત થયા છે અને તેમાંથી પણ માત્ર 1 બાળકનું જ મોત થયું છે. જેથી કહી શકાય કે, વડોદરા શહેરમાં કોરોનાથી બાળકો સુરક્ષિત છે.

વડોદરામાં કુલ દર્દીઓના માત્ર 5 ટકા બાળકો સંક્રમિત થયા
વડોદરા શહેરમાં 0થી 20 વર્ષના 559 બાળકો કોરોના સંક્રમિત થયા છે, તેની સામે યુવાનોની વાત કરીએ તો, 21થી 50 વર્ષની વયના 5785 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત 51થી 90 વર્ષના 4714 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં બાળકોની સંખ્યા ખુબ જ ઓછી છે. જે કુલ કેસોની સામે માત્ર 5 ટકા જ છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 2789 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 11,192 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1778, પશ્ચિમ ઝોનમાં 1844, ઉત્તર ઝોનમાં 2571, દક્ષિણ ઝોનમાં 2174, વડોદરા ગ્રામ્યમાં 2789 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 4850 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 4850 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4836 લોકો હોમ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 14 લોકો ક્વોરન્ટીન છે.

અન્ય સમાચારો પણ છે...