તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે મેયર સહિત વધુ 163 પોઝિટિવ, ઇન્કમટેક્ષ વિભાગના 24 કર્મચારીઓ સંક્રમિત, કેસનો કુલ આંક 26,604 ઉપર પહોંચ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના મેયર કેયુર રોકડિયા - Divya Bhaskar
વડોદરાના મેયર કેયુર રોકડિયા
  • શહેર જિલ્લામાં 112 દર્દી ઓક્સિજન અને 61 દર્દી વેન્ટિલેટર ઉપર

વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેયુર રોકડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી હતી. વડોદરા ઇન્કમટેક્ષ વિભાગના 24 કર્મચારીઓ સંક્રમિત થયા છે, જેને પગલે કચેરી બંધ કરીને સેનેટાઇઝ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ પૂર્ણ થવાની તૈયારીઓ છે, ત્યારે કર્મચારીઓ સંક્રમિત થતાં ઇન્કમટેક્ષની કામગીરી પર અસર થશે.

ફેકલ્ટી ઓફ મેડિસિનની અનુસ્નાતકિય અને ડિપ્લોમા પરીક્ષાઓ મોકૂફ
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જાણકારી આપી હતી કે, હોસ્પિટલોમાં કોવીડ દર્દીઓ દાખલ થવાનું પ્રમાણ વધતાં ફેકલ્ટી ઓફ મેડિસિનની અનુસ્નાતકિય અને ડિપ્લોમા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા 5મી એપ્રીલથી શરૂ થવાની હતી.

કેસનો કુલ આંક 26,604 ઉપર પહોંચ્યો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે કોરોનાના આજે વધુ 163 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 26,604 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 246 પર સ્થિર રહ્યો છે. આજે વધુ 88 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કર્યા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ 25508 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 850 એક્ટિવ કેસ પૈકી 118 દર્દી ઓક્સિજન ઉપર અને 65 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 667 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8008 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 26,604 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3976, પશ્ચિમ ઝોનમાં 4462, ઉત્તર ઝોનમાં 5240, દક્ષિણ ઝોનમાં 4882, વડોદરા ગ્રામ્યમાં 8008 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
બાપોદ, રામદેવનગર, સવાદ, આજવા રોડ, સુદામાપુરી, વારસીયા, એસ.કે.કોલોની, ફતેપુરા, હરણી રોડ, કારેલીબાગ, ફતેગંજ, આનંદનગર, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ, માણેજા, દંતેશ્વર, તરસાલી, વડસર, મકરપુરા, સુભાનપુરા, ગોરવા, ગોત્રી
ગ્રામ્ય: રણોલી, પાદરા(અર્બન), ડભોઇ(અર્બન), વડદલા, અંકોડિયા, વેમાલી, કોયલી, ઉંડેરા

અન્ય સમાચારો પણ છે...