કોરોના વડોદરા LIVE / નવા 91 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 4852, 4ના મોત, વધુ 54 રિકવર થયા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
X
પ્રતીકાત્મક તસવીરપ્રતીકાત્મક તસવીર

  • દક્ષિણ ઝોન વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે
  • 2 ઓગસ્ટ સુધીમાં સૌથી વધુ 1,391 કેસો ઉત્તર ઝોનમાં નોંધાયા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 05:51 PM IST

વડોદરા. મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, નવા 91 કેસ નોંધાતા વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 4852 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 54 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3750 દર્દી રિકવર થયા છે. જ્યારે આજે વધુ 4 દર્દીના મોત થયા છે. આ સાથે સત્તાવાર મૃત્યુઆંક 92 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 1010 એક્ટિવ કેસ છે. જે પૈકી 152 ઓક્સિજન ઉપર અને 35 વેન્ટીલેટર-બાઈપેપ ઉપર છે અને 823 દર્દીની હાલત સ્થિર છે.

આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
સિટીઃ છાણી, સમા, માંડવી, નિઝામપુરા, સુભાનપુરા, તરસાલી, ઓ.પી.રોડ, ગોરવા, હરણી, નાગરવાડા, આજવા રોડ, પાણીગેટ, યાકુતપુરા, તાંદલજા, નવાયાર્ડ, અકોટા, વાધોડીયા રોડ, કપુરાઇ
ગ્રામ્યઃ ડભોઇ, રણુ, ડભાસા, પાદરા, કરજણ, શિનોર, ઉડેરા, સેવાસી, કોયલી

1 મહિલા સહિત ચારના મોત

  • ગોરવાના 75 વર્ષના વૃદ્ધનું મોત.
  • હરણી રોડના 76 વર્ષના વૃદ્ધનું મોત.
  • વડોદરા ડભોઇ રોડના 71 વર્ષના વૃદ્ધનું મોત.
  • અંકલેશ્વરના 61 વર્ષની મહિલાનું મોત.

દક્ષિણ ઝોનમાં છેલ્લા 3 દિવસમાં 82 લોકો સંક્રમિત
શહેરમાં છેલ્લા 15 દિવસથી મકરપુરા, માંજલપુર, મકરપુરા GIDC, તરસાલી, દંતેશ્વર અને વડસરને આવરી લેતા દક્ષિણ ઝોન વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં 82 લોકો સંક્રમિત થયા છે, જે શહેરમાં સૌથી વધુ છે. આ સાથે જ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ 30 જુલાઇથી જ પાછળ મૂકી દીધું છે.

મકરપુરા GIDCમાં ચેપ ઝડપથી પ્રસર્યો
શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાં પૂર્વ ઝોનમાં 908 હતા. જ્યારે દક્ષિણ ઝોનના 967 થઇ ગયા છે. જ્યારે 1 જુલાઇએ પૂર્વ ઝોનના 416 કેસો જ હતા. આ ગણતરીએ 226% કેસો થઇ ગયા છે, એટલે દક્ષિણ ઝોનમાં સંક્રમણ કેટલી ઝડપે વધ્યું છે તેનો અંદાજ આવે તેમ છે. મકરપુરા GIDCમાં હજારો શ્રમિકોની એક સાથે અવર-જવર રહેતી હોવાથી પણ ચેપ ઝડપથી પ્રસરતો હોવાનું તજ્જ્ઞોનું કહેવું છે. 1 ઓગસ્ટ સુધીમાં સૌથી વધુ 1,391 કેસો ઉત્તર ઝોનમાં નોંધાયા છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા 640 કેસો છે. જોકે આ ઝોનમાં પણ ઝડપથી કેસો વધી રહ્યા છે.

ભરૂચમાં વધુ 16 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાઈરસના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 977 પર પહોંચી ગઈ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી