તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:93 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 16,365 થયો, વધુ એક મોત સાથે મૃત્યુઆંક 216 પર પહોંચ્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 152 દર્દી ઓક્સિજન પર અને 59 દર્દી વેન્ટિલેટર પર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 93 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક 16,365 પર પહોંચી ગયો છે. વધુ એક મોત સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. આજ રોજ વડોદરા શહેર જિલ્લામાં 74 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 14,983 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1166 એક્ટિવ કેસ પૈકી 152 દર્દી ઓક્સિજન પર અને 59 દર્દી વેન્ટિલેટર પર છે અને 955 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4799 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,365 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2473, પશ્ચિમ ઝોનમાં 2660, ઉત્તર ઝોનમાં 3402, દક્ષિણ ઝોનમાં 2995, વડોદરા ગ્રામ્યમાં 4799 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ નવાપુરા, વાડી, યાકુતપુરા, હાથીખાના, પાણીગેટ, VIP રોડ, ફતેપુરા, વારસીયા રિંગ રોડ, ગેંડીગેટ, હરણી, ગોરવા, રાજમહેલ રોડ, કારેલીબાગ, વાઘોડિયા રોડ, વાસાણા રોડ, ગોત્રી
ગ્રામ્યઃ કલાલી, વાઘોડિયા, પોર, કરજણ, શિનોર, ડભોઇ, પાદરા, કરોડીયા, ભાયલી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો