તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:વધુ 58 કેસ સાથે પોઝિટિવનો આંકડો 25,196 પર પહોંચ્યો, મૃત્યુઆંક 242 પર સ્થિર અને કુલ 24,352 દર્દી રિકવર થયા

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં 88 દર્દી ઓક્સિજન અને 4 દર્દી વેન્ટિલેટર ઉપર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 58 દર્દીઓ સાથે કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25,196 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી નવુ મોત ન નીપજતાં મૃત્યુઆંક 242 પર સ્થિર રહ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં 47 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી અત્યાર સુધીમાં કુલ 24,352 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 602 એક્ટિવ કેસ પૈકી 88 દર્દી ઓક્સિજન ઉપર અને 4 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 473 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7717 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 25,196 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3740, પશ્ચિમ ઝોનમાં 4159, ઉત્તર ઝોનમાં 4941, દક્ષિણ ઝોનમાં 4603, વડોદરા ગ્રામ્યમાં 7717 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ વારસીયા, પાણીગેટ, અકોટા, તાંદલજા, ગોત્રી, માંજલપુર, યમુનામીલ, ગાજરાવાડી, છાણી, નવાપુરા
ગ્રામ્યઃ ડભોઇ, પોર, વાઘોડિયા, કરજણ, પાદરા, ઉંડેરા, બીલ, ડેસર