તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનની સાચવણી:વડોદરાના પ્રાદેશિક રસી ભંડારમાં 6થી 8 ડિગ્રી તાપમાનમાં કોરોનાની રસીને સાચવવામાં આવે છે, 9 પ્રકારની રસીઓનો સંગ્રહ થાય છે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રાદેશિક રસી ભંડારમાં બે વિશાળ શિતાગારમાં રસીઓને જરૂરી તાપમાને સાચવવાની વ્યવસ્થા છે - Divya Bhaskar
પ્રાદેશિક રસી ભંડારમાં બે વિશાળ શિતાગારમાં રસીઓને જરૂરી તાપમાને સાચવવાની વ્યવસ્થા છે
 • પ્રાદેશિક રસી ભંડારમાં બે વિશાળ શિતાગારમાં રસીઓને જરૂરી તાપમાને સાચવવાની વ્યવસ્થા છે
 • પોલિયોની રસીને શૂન્યથી નીચેના તાપમાને સાચવવી પડે છે
 • ઝેરી કમળાની રસી, ઓરી, પોલિયો, બિસીજી, પેન્ટવેલાંટ, રોટા, ધનુર, કોરોનાની રસીઓનો સંગ્રહ થાય છે

વડોદરામાં રાજ્યના આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા કોરોનાની રસી દરેક કેન્દ્રો પર પૂરતી માત્રામાં પહોંચાડવાની કામગીરી થઇ રહી છે. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ તરીકે એક સમયે જેની ઓળખ હતી તેવો આ પ્રાદેશિક રસી ભંડાર બે વિશાળ શિતાગાર અને 8 જેટલા સ્ટેન્ડ બાય રેફ્રીજરેટર સહિતની સંગ્રહ સુવિધાઓ ધરાવે છે.

તાપમાનની માહિતી મોબાઈલ પર નોટીફિકેશનના રૂપે મળતી રહે છે
અમે દરેક રસીને તેના નિર્ધારિત કરેલા તાપમાને સાચવવાની સતત કાળજી લઈએ છે, તેવી જાણકારી આપતા રીજનલ ફાર્મસિસ્ટ મયંક ટેલરે જણાવ્યું હતું કે, દો બુંદ જિંદગી કે નામ થી પ્રસિદ્ધ થઈ ગયેલી પોલિયો એટલે કે, બાળ લકવા સામે રક્ષણ આપતી રસીને પાણી થીજીને બરફ થઈ જાય એવા શૂન્યથી નીચેના તાપમાને સાચવવી જરૂરી છે, તો હાલમાં જેની ખુબ ચર્ચા છે, તેવી કોરોનાની રસીને ખુબ આકરા શિયાળામાં અનુભવીએ છે, તેવા 6થી 8 ડિગ્રી તાપમાને સાચવીને રાખવામાં આવે છે. આ શિતાગારમાં તાપમાન કેટલું જળવાયું છે, એની સંબંધિત કર્મચારીઓને મોબાઈલ પર પણ વિગતો નોટીફિકેશનના રૂપમાં મળતી રહે છે.

તાપમાન જાળવી રાખવા રસીને થર્મોકોલના બોક્સમાં બરફ સાથે રાખવામાં આવે છે
મયંક ટેલરે જણાવ્યું હતું કે, વડોદરાના આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા કોરોનાની રસીનું વડોદરા શહેર અને 7 જિલ્લાઓમાં (ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરા) વિતરણ કરવામાં આવે છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કાળજી રાખવામાં આવી છે કે, કોરોનાની રસી ગુજરાતના દરેક નાના ગામના દરેક કેન્દ્ર સુધી પહોંચે. રસીના વિતરણ દરમિયાન તેનું જરૂરી તાપમાન જાળવી રાખવા માટે રસીને થર્મોકોલના બોક્સમાં બરફ સાથે રાખવામાં આવે છે.

ઝેરી કમળાની રસી, ઓરી, પોલિયો, બિસીજી, પેન્ટવેલાંટ, રોટા, ધનુર, કોરોનાની રસીઓનો સંગ્રહ થાય છે
ઝેરી કમળાની રસી, ઓરી, પોલિયો, બિસીજી, પેન્ટવેલાંટ, રોટા, ધનુર, કોરોનાની રસીઓનો સંગ્રહ થાય છે

એક રેફ્રિજરેટરમાં કોરાનાની રસીના 30 લાખ ડોઝનો સંગ્રહ કરી શકાય છે
તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોનાની રસીના સંગ્રહ માટે આધુનિક ઉપકરણોની સુવિધાઓ ફાળવવામાં આવી છે. આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગમાં અત્યાધુનિક રેફ્રિજરેટર ગોઠવવામાં આવ્યા છે. આ એક રેફ્રીજરેટરમાં કોરાનાની રસીના 30 લાખ ડોઝનો સંગ્રહ કરી શકાય છે. સર્વ સુવિધાઓથી સજ્જ રહેવા માટે વિભાગમાં બીજા 8 સ્ટેન્ડબાય રેફ્રીજરેટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

પોલિયોની રસીને શૂન્યથી નીચેના તાપમાને સાચવવી પડે છે
પોલિયોની રસીને શૂન્યથી નીચેના તાપમાને સાચવવી પડે છે

ઝેરી કમળાની રસી, ઓરી, પોલિયો, બિસીજી, પેન્ટવેલાંટ, રોટા, ધનુર, કોરોનાની રસીઓનો થાય છે
તેમણે આપેલી માહિતી મુજબ વડોદરાના આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા 9 પ્રકારની રસીઓનો સંગ્રહ કરવામાં આવે છે. જેમાં ઝેરી કમળાની રસી, ઓરી, પોલિયો, બિસીજી, પેન્ટવેલાંટ, રોટા, ધનુર, કોરોના વગેરે રસીઓનો સંગ્રહ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો