તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:હવે ગર્ભવતી મહિલાઓને પણ કોરોનાની વેક્સિન મૂકી શકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના થયો હોય તે સગર્ભા ડિલિવરી બાદ રસી લઈ શકશે
  • સયાજી-ગોત્રી હોસ્પિટલમાં સગર્ભા માટે રસીકરણ કેમ્પ યોજાશે

રાજ્ય સરકારે ધાત્રી માતા બાદ ગર્ભવતી મહિલા અને ગર્ભધારણનાં ચિહ્નો ધરાવતી મહિલાને રસી મૂકવાની મંજૂરી અાપી છે. આ સાથે જેમને કોરોના થયો હોય તેવી મહિલાને ડિલિવરી બાદ રસી મૂકવા ગાઈડ લાઈન જારી કરાઈ છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સયાજી અને ગોત્રી હોસ્પિટલ સાથે 2 દિવસમાં સગર્ભા માટે કેમ્પનું આયોજન કર્યું છે. રસીકરણ કેન્દ્રો પર ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.

શહેરમાં રવિવારે 15,465 લોકોએ રસી મૂકાવી હતી. 18 વર્ષથી ઉપરના 6399 લોકોએ પ્રથમ ડોઝ, જ્યારે 610 લોકોએ બીજો ડોઝ લીધો હતો. તેવી રીતે 45થી ઉપરના 2319 લોકોએ પ્રથમ અને 3017 લોકોએ બીજો ડોઝ લીધો હતો.મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું કે, સયાજીમાં રોજ 110 સગર્ભા આવે છે, જેને પગલે હોસ્પિટલે સામેથી એપ્રોચ કર્યો છે. રસીકરણ કેન્દ્રો પર ગર્ભવતી મહિલાને ઈન્ફેક્શન ન લાગે તે માટે પ્રાયોરિટી અપાશે.

વેપાર વિકાસ એસો.ના કેમ્પમાં 500ને રસી અપાઈ
રવિવારે રસીકરણ માટે યોજાયેલા વિવિધ કેમ્પ પૈકી વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા એમજી રોડ ખાતે સુલતાનપુરા કટલરી ઈમિટેશન એન્ડ બેંગલ્સ એસોસિયેશન તેમજ કંસારા સમાજ મંગળ બજાર દ્વારા યોજાયેલા કેમ્પમાં 500 જેટલા લોકોએ રસીકરણ કરાવ્યું હતું. વેપાર વિકાસ એસો. દ્વારા છઠ્ઠા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડે.મેયર પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...