તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી વચ્ચે દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરવામાં આવશે, ત્યારે વડોદરા શહેરના છાણી કોવિડ વેક્સિન સેન્ટ્રલ સ્ટોરેજ સેન્ટર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વેક્સિનની રાહ જોવાઈ રહી છે. જેમાં 90 હજાર જેટલા ડોઝ વેક્સિન આવશે. કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટર ખાતે 2થી 8 ડિગ્રી તાપમાન રહી શકે તેવા આઈસ લાઈન રેફ્રિજરેટર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરાના 34 અર્બન હેલ્થ સેન્ટરમાં ILR રેફ્રિજરેટર મૂકાયા છે અને કોવિડ વેક્સિન સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
16 જાન્યુઆરીથી 17 હજાર જેટલા હેલ્થ વર્કરોને કોવિડ વેક્સિન અપાશે
વડોદરા શહેરના છાણી ખાતેના સેન્ટ્રલ સ્ટોરેજ સેન્ટર ખાતે સૌ પ્રથમ વેક્સિન પહોંચશે, ત્યાર બાદ 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોગ્ય સુવિધા અને સુરક્ષા સાથે મોકલાશે વેક્સિન મોકલવામાં આવશે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના 50 PHC સેન્ટર ખાતે પણ વેક્સિન પહોંચાડવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 16 જાન્યુઆરીથી પહેલા 17 હજાર જેટલા હેલ્થ વર્કરોને કોવિડ વેક્સિન આપવામાં આવશે, ત્યાર બાદ તબક્કાવાર કો-મોર્બિડ અને 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવશે.
16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે
છાણીના સેન્ટ્રલ સ્ટોરેજના ઇન્ચાર્જ ભ્રમદત્ત રાવલે જણાવ્યું હતું કે, વેક્સિન સ્ટોરેજ ખાતે અહીં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન પહોંચી શકે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમે વેક્સિનની રાહ જોઇ રહ્યા છીએ. વેક્સિન આવે એટલે તુરંત જ વેક્સિનને સેન્ટરો પર પહોંચાડી દેવામાં આવશે અને 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.
કોરોના વેક્સિનના મહત્વના આંકડા
-અત્યાર સુધી 2,58,406 લોકોનાં રજિસ્ટ્રેશન થયા
-છાણીમાં મુખ્ય સ્ટોરેજ સેન્ટર છે અને 34 અર્બન હેલ્થ સેન્ટર પર સ્ટોરેજ કરાઈ છે.
-206 સેન્ટર નક્કી કરાયા છે. ઇસ્ટ ઝોનમાં 36, વેસ્ટમાં 50, નોર્થમાં 47, સાઉથમાં 73 હશે
-સૌથી પહેલાં 17 હજાર ફ્રન્ટલાઇન વોરિયર પછી 50થી વધુ વયના બાદ અન્યોને અપાશે
-પાલિકા દ્વારા રસીકરણ નિ:શુલ્ક રહેશે
-SMS બતાવીને સ્ક્રિનિંગ રૂમ અને પછી વેક્સિન રૂમમાં એન્ટ્રી થશે. છેલ્લે ઓબ્ઝર્વેશન રૂમમાં રસી લેનારે રોકાવું પડશે
-નાસ્તો કરીને જવું. ભુખ્યા પેટે અશક્તિ રહે અને ચક્કર આવે
-રસી લીધા બાદ 50 મિનિટ જેટલું રોકાવું પડશે. તે પછી તેને 28 દિવસ બાદ ફરી આવવા સૂચના અપાશે
-તબિયત બગડે તો સેન્ટર પર જ પેરાસિટામોલ દવા અપાશે, તબિયત કથળે તો સરકારી હોસ્પિટલમાં લઇ જવાશે.
-ગર્ભવતી મહિલાઓ ઉપર આ પ્રકારના રિસર્ચ થયાં નથી. તેમ છતાં કો-મોર્બિડ ઉપર આ વેક્સિન સેફ છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.